ટ્રેનનું એન્જિન મજૂરોને લીધા વગર આગળ વધી ગયું, 20 ડબ્બા પાછળ રહી ગયા

10 May, 2020 06:22 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

ટ્રેનનું એન્જિન મજૂરોને લીધા વગર આગળ વધી ગયું, 20 ડબ્બા પાછળ રહી ગયા

મજૂરોને લઈ જઈ રહેલી ટ્રેનનું એન્જિન 20 ડબ્બા છોડીને આગળ નીકળી ગયું

દેશમાં જાહેર થયેલા લૉકડાઉન વચ્ચે પ્રવાસી મજૂરોને સુરતથી ઉત્તર પ્રદેશ સ્થિત પ્રયાગરાજ માટે આવી રહેલી ટ્રેનના 20 ડબ્બા પાછળ છૂટી ગયા. મળેલા સમાચાર અનુસાર ટ્રેનના એન્જિન સાથેબાકી ડબ્બા આગળ નીકળી ગયા.

આ જાણકારી ગાર્ડે સ્ટેશન માસ્ટરને આપી હતી. જાણવા મળી રહ્યું છે કે ટ્રેન એન્જિન સાથે ત્રણ ડબ્બા ભટૌલી સ્ટેશનથી અલગ થઈન આગળ નીકળી ગયા અને 20 ડબ્બા પાછળ છૂટી ગયા. ટ્રેનના બાકી રહેલા ડબ્બામાં ફસાયેલા લોકોનું પાણી વગર હાલ બેહાલ છે.

એક પ્રવાસીએ જણાવ્યું કે એને સુરતથી અલ્હાબાદ(પ્રયાગરાજ) જવા માટે 9 એપ્રિલે પ્રવાસ શરૂ કર્યો હતો. પરંતુ અત્યાર સુધી ખાવા-પીવાની કઈ વસ્તુ મળી નથી રહી. જ્યાં ટ્રેન 3 કલાક સુધી ઊભી રહી. અસ્થાયી વ્યવસ્થા કરી ગાડીને ભટૌલી સ્ટેશન પર રોકી દેવામાં આવી છે અને હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

જણાવી દઈએ કે દેશમાં કોરોના વાઈરસ મહામારીના લીધે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં લાગૂ થયેલા લૉકડાઉનના કારણે ભારતની વિભિન્ન રાજ્યના મજૂરો ફસાયેલા છે. કેન્દ્ર સરકારે પરપ્રાંતિય મજૂરોને એમના ઘરે પહોંચાડવાની સગવડ કરી છે. શ્રમિકો માટે સ્પેશ્યલ ટ્રેન દોડી રહી છે. જેથી મજૂરો પોતાના ઘરે સરળતાથી પહોંચી શકે. સાથે ભારત સરકાર વિદેશમાં ફસાયેલા નાગરિકોને પોતાના દેશમાં પાછા લાવવની પણ વ્યવસ્થા કરી રહ્યા છે.

national news surat uttar pradesh coronavirus covid19