સાવધાન! દેશમાં ડેલ્ટા વેરિઅન્ટનો પગ પેસારો, ત્રીજી લહેરમાં મચાવી શકે છે કહેર

23 June, 2021 02:01 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં ડેલ્ટા વેરિઅન્ટનો પગ પેસારો થયો છે. આ ઘાતકી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ત્રીજી લહેરમાં મચાવી હાહાકાર મચાવી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

ગત વર્ષથી આ વર્ષ સુધી કોરોના વાયરસની બીજી લહેરને કારણે સર્જાયેલા વિનાશથી લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોવિડની સંખ્યામાં અચાનક વધારો થવાનું મુખ્ય કારણ બેદરકારી હતું અને આ કારણે કોરોના વાયરસ તેના નવા પ્રકારો લાવતો રહ્યો. હાલ કોવિડ કેસોની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. લોકો હવે ડેલ્ટા વેરિઅન્ટના ડરથી ચિંતિત છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ડેલ્ટા વેરિએન્ટના ચેપ પર પણ આ રસી બિનઅસરકારક હોઈ શકે છે. કારણ કે તે અગાઉના તમામ વાયરસ કરતા વધુ જીવલેણ છે. ચાલો અમને જણાવીએ કે ડેલ્ટા વેરિઅન્ટ શું છે અને તેના લક્ષણો શું છે.

80 દેશમાં ફેલાયો છે ડેલ્ટા વેરિઅન્ટ

તાજેતરમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ વિશે જણાવ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ ભારત સહિત વિશ્વના 80 દેશોમાં ફેલાયેલો છે. ભારતમાં મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશના ભાગોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો જોવા મળ્યા છે. ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એ ડેલ્ટા વેરિઅન્ટને `ચિંતાનો વાયરસ` એટલે કે કોરોના ચિંતાજનક વેરિએન્ટ ગણાવ્યો છે.

કોવિડ -19 નો ડેલ્ટા વેરિઅન્ટ (B.1.617.2) ભારતના મહારાષ્ટ્રમાં સૌપ્રથમ મળી આવ્યો હતો. વૈજ્ઞાનિકો કહે છે કે ડેલ્ટા વેરિઅન્ટ (B.1.617.2)ડેટા પ્લસ (AY.1)વેરિએન્ટમાં પરિવર્તિત થયો છે અને તે લોકોને ખૂબ જ ઝડપથી પોતાનો શિકાર બનાવે છે.  B.1.617 વેરિઅન્ટમાં બે અલગ અલગ વાયરસ વેરિઅન્ટમાંથી પરિવર્તિત થયો છે. ડેલ્ટા પ્લસ પરિવર્તનનું નામ K417N છે અને તે દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા બીટા વેરિઅન્ટમાં મળી આવ્યો હતો.

બહુ ઘાતકી છે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ

બે પરિવર્તન પછી ડેલ્ટાનો જેનેટિક કોડ E484Q અને L452R છે અને તેની સામે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ હારી જાય છે. આ કારણ છે કે તે આપણા શરીરના અન્ય અવયવોને સરળતાથી પોતાની ઝપેટમાં લઈ લે છે અને ગંભીર પોતાના લક્ષણો શરીરમાં છોડે  છે.

 જેમ કે નવા વેરિઅન્ટ સ્પાઇક પ્રોટીનની રચનામાં ફેરફાર કરે છે,  પરંતુ ડેલ્ટા વેરિઅન્ટ શરીરની અંદરના કોષોને હોસ્ટ કરવા માટે પોતાને જોડવામાં વધુ કાર્યક્ષમ છે. આરોગ્ય નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિઅન્ટ ભારતમાં ત્રીજી લહેરના સ્વરૂપમાં હાવી થઈ શકે છે. 

ડેલ્ટા વેરિઅન્ટના લક્ષણો

 માઈલ્ડ કોરોનાવાળા દર્દીઓમાં શરદી, ખાંસી, તાવ, માંસપેશીઓમાં દુખાવો,  થાક અને સ્વાદ ન આવવો, કોઈ પણ સ્મેલ ન આવવી આ બધા લક્ષણો ડેલ્ટા વેરિઅન્ટ હોવાનો સંકેત આપે છે. જોકે ડેલ્ટા વેરિઅન્ટના કેટલાક નવા લક્ષણો સામે આવ્યા છે, જેની જાણ આરોગ્ય નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.

કોવિડ સિમટમ્સ સ્ટડીના મુખ્ય સંશોધનકાર પ્રો. ટિમ સ્પેક્ટરના જણાવ્યા અનુસાર ડેલ્ટા વેરિઅન્ટથી અસરગ્રસ્ત લોકો ખૂબ જ ખરાબ ઉધરસમાંથી પસાર થાય છે. આ સિવાય તેમને અલગ પ્રકારની લાગણીનો અનુભવ થાય છે.  તેના  કોલ્ડ  સિમટમ્સ પહેલાના વાયરસથી તદ્દન અલગ છે.

 

national news coronavirus covid19