રોજ ૯૦ લાખ લોકોને વૅક્સિન અપાશે તો જ કોરોના કન્ટ્રોલ શક્ય: ડૉ. નરેશ ત્રેહાન

19 June, 2021 09:28 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તો જ જુલાઈ મહિનાના અંત સુધીમાં કોરોના રોગચાળાનો ગ્રાફ નીચે લાવી શકાય એમ

પ્રતીકાત્મક તસવીર

સરકાર રોજ ૯૦ લાખ લોકોને એન્ટિ કોવિડ વૅક્સિન આપે તો જુલાઈ મહિનાના અંત સુધીમાં કોરોના રોગચાળાનો ગ્રાફ નીચે લાવી શકાય એમ હોવાનું મેદાંતા હૉસ્પિટલના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. નરેશ ત્રેહાને એક વેબિનારમાં જણાવ્યું હતું. ડૉ. ત્રેહાને જણાવ્યું હતું કે ‘કોરોનાને હરાવવો હોય તો કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયર અપનાવવા ઉપરાંત ઝડપી વૅક્સિનેશનનું પણ મહત્ત્વ છે.’

દેશમાં રિકવરી રેટ ૯૬ ટકાને પાર કરી ગયો

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઇરસના ૬૨,૪૮૦ નવા કેસ નોંધાવા સાથે અત્યાર સુધીમાં કોરોના વાઇરસ સંક્રમિતોનો આંકડો ૨,૯૭,૬૨,૭૯૩ પર પહોંચ્યો છે, જ્યારે એક દિવસમાં ૧૫૮૭ મરણ નોંધાતા કુલ મરણાંક ૩,૮૩,૪૯૦ પર નોંધાયો છે. ૧૫૮૭નો મરણાંક છેલ્લા ૬૧ દિવસમાં સૌથી ઓછો  રિકવરી રેટ ૯૬ ટકા પાર થઈને ૯૬.૦૩ ટકા રહ્યો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી વિગતોમાં જણાવાયું છે.

coronavirus covid19 covid vaccine vaccination drive national news