07 June, 2026 09:14 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
કેશવ નેગી
દિલ્હીની હોટેલમાં લાગેલી આગના કેસમાં પોલીસે હોટેલના રસોઈયા કેશવ નેગીની ધરપકડ કરી છે. રસોઈયાની બેદરકારીને કારણે આગ લાગી હતી. આગની શરૂઆત કિચનમાં જ થઈ હતી. જોકે આગ બેકાબૂ બની જતાં તે ડરી ગયો હતો. તે થોડીક વાર ત્યાં ઊભો રહ્યો, પણ પછી બેઝમેન્ટનો ભાગ બંધ કરીને કોઈનેય કહ્યા વિના ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. અંદર ભભૂકેલી આગ બેકાબૂ થતાં આખી હોટેલમાં ફેલાઈ ગઈ હતી. આ વિશે રસોઈયા કેશવ નેગીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે ‘કિચનમાં આગની જ્વાળાઓ જોઈને કેશવ નેગી બીજાને જાણ કર્યા વિના અને ચેતવ્યા વિના કે મદદ કર્યા વિના નાસી ગયો હતો. અમે તેને આ કેસમાં એક આરોપી બનાવ્યો છે.’