Constitution Day 2022: જાણો 26 નવેમ્બરે ભારતમાં કેમ ઉજવવામાં આવે છે આ દિવસ

25 November, 2022 03:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આપેલા મૌલિક કર્તવ્યમાં આપણને આપણી જવાબદારી પણ યાદ અપાવે છે. દરવર્ષે 26 નવેમ્બરનો દિવસ દેશમાં સંવિધાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 26 નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તસવીર સૌજન્ય મિડ-ડેે

Constitution Day 2022 : દરેક ભારતીય નાગરિક (Indian Citizen) માટે દર વર્ષે 26 નવેમ્બરનો (26 November) દિવસ ખૂબ જ ખાસ (Special) હોય છે.  હકિકતે આ એ દિવસ છે જ્યારે દેશની સંવિધાન સભાએ હાલના સંવિધાનનો (Accepted the Constitution) વિધિવત રીતે સ્વીકાર કર્યો હતો. આ સંવિધાન જ છે જે આપણને એક આઝાદ દેશના આઝાદ નાગરિકની ભાવનાનો એહસાસ કરાવે છે. જ્યાં સંવિધાનના મૌલિક અધિકાર આપણી ઢાલ બનીને આપણને આપણાં હક અપાવે છે, તો આમાં આપેલા મૌલિક કર્તવ્યમાં આપણને આપણી જવાબદારી પણ યાદ અપાવે છે. દરવર્ષે 26 નવેમ્બરનો દિવસ દેશમાં સંવિધાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 26 નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

26 નેવમ્બર, 1949ના જ દિશની સંવિધાન સભાએ હાલના સંવિધાનને વિધિવત રૂપે સ્વીકાર્યું હતું. જો કે, આને 26 જાન્યુઆરી 1950થી લાગુ પાડવામાં આવ્યું હતું.

ક્યારે અને કેમ લેવામાં આવ્યો સંવિધાન દિવસ ઉજવવાનો નિર્ણય
વર્ષ 2015માં સંવિધાનના નિર્માતા ડૉ. આંબેડકરની 125મી જયંતીના વર્ષ તરીકે 26 નવેમ્બરના સામાજિક ન્યાય અને અધિકારિત મંત્રાલયે આ દિવસને `સંવિધાન દિવસ` તરીકે ઉજવવા માટે કેન્દ્ર સરકારને નિર્ણય લેવા માટે કહ્યું. સંવિધાનિક મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં સન્માનની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

ભારતીય સંવિધાન વિશ્વનું સૌથી લાંબુ લેખિત સંવિધાન છે. આના અનેક ભાગ યૂનાઈટેડ કિંગડમ, અમેરિકા, જર્મની, આયર્લેન્ડ, ઑસ્ટ્રોલિયા, કેનેડા અને જાપાનના સંવિધાનમાંથી લેવામાં આવ્યા છે. આમાં દેશના નાગરિકોને મૌલિક અધિકાર, કર્તવ્ય અને સરકારની ભૂમિકા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વિધાનપાલિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનું શું કામ છે, તેમની દેશ ચલાવવામાં શું ભૂમિકા છે, આ બધી વાતોનો ઉલ્લેખ ભારતીય સંવિધાનમાં છે.

કેવી દેખાય છે મૂળ પ્રતિ
16 ઇંચ પહોળી છે ભારતીય સંવિધાનની મૂળ પ્રતિ
22 ઇન્ચ લાંબા ચર્મપત્ર શીટ પર લખવામાં આવી છે.
251 પૃષ્ઠ સામેલ હતા આ પાંડુલિપિમાં

કેટલા દિવસમાં થયું તૈયાર
આખું સંવિધાન તૈયાર કરવામાં બે વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. આ 26 નવેમ્બર, 1949ના દિવસે પૂરું થયું હતું, 226 જાન્યુઆરી, 1950ના ભારત ગણરાજ્યનું આ સંવિધાન લાગુ થયું હતું.

આ પણ વાંચો : યસ બૅન્કના પૂર્વ CEO રાણા કપૂરને રાહત, મની લોન્ડરિંગ કેસમાં મળ્યા જામીન

1. સંવિધાનની ઑરિજીનલ કૉપી પ્રેમ બિહારી નારાયણ રાજઝાદાએ હાથે લખી હતી. આ સુંદર કેલીગ્રાફી માટે જાણીતા ઇટેલિક અક્ષરોમાં લખાયેલી છે. આનું દરેક પેજ શાંતિનિકેતનના કલાકારોએ શણગાર્યું હતું.
2. સંવિધાનની મૂળ પ્રતિ હિન્દી અને અંગ્રેજી બે ભાષાઓમાં લખવામાં આવી હતી. આને આજે પણ ભારતની સંસદમાં હિલીયમ ભરાયેલા ડબ્બામાં સુરક્ષિત રાખવામાં આવી છે.
3. 26 જાન્યુઆરી, 1950ના સંવિધાન લાગુ પાડવામાં આવ્યું હતું. આ દિવસને ભારત ગણતંત્ર દિવસ તરીકે ઉજવે છે.
4. હાથથી લખાયેલા સંવિધાન પર 24 જાન્યુઆરી, 1950ના સંવિધાન સભાના 184 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા જેમાં 15 મહિલાઓ પણ સામેલ હતી. બે દિવસ બાદ 26 જાન્યુઆરીથી આ સંવિધાન ભારતમાં લાગુ થયું હતું.
5. સંવિધાન 25 ભાગ, 448 અનુચ્છે અને 12 સૂચીમાં વહેંચાયેલું ભારતીય સંવિધાન વિશ્વનું સૌથી મોટું લેખિત સંવિધાન છે.
6. મૂળ રૂપે ભારતીય સંવિધાનમાં કુલ 395 અનુચ્છેદ (22 ભાગમાં વિભાજિત) અને 8 અનુસૂચિ હતી, પણ વિભિન્ન સંશોધનના પરિણામે હાલ આમાં કુલ 448 અનુચ્છેદદ (25 ભાગમાં વિભાજિત) અને 12 અનુસૂચી છે. સંવિધાનના ત્રીજા ભાગમાં મૌલિક અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે.

national news india