રાહુલ ગાંધીને લીધે ગાઝીપુર બૉર્ડર પર કૉન્ગ્રેસના કાર્યકરો અને પબ્લિક વચ્ચે ઝપાઝપી થઈ ગઈ

05 December, 2024 08:27 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

પોલીસે રાહુલ ગાંધીને રોકી દીધા હોવાથી અહીં ભારે ટ્રાફિક-જૅમ થયો હતો.

રાહુલ ગાંધી

ઉત્તર પ્રદેશના સંભલની મુલાકાત માટે જઈ રહેલા કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કારણે દિલ્હી-ઉત્તર પ્રદેશ બૉર્ડર પર ભારે ટ્રાફિક-જૅમ થયો હતો. પોલીસે રાહુલ ગાંધીને રોકી દીધા હોવાથી અહીં ભારે ટ્રાફિક-જૅમ થયો હતો.

ટ્રાફિક-જૅમથી કંટાળેલા અને રોષે ભરાયેલા લોકોએ તેમનાં વાહનો પરથી ઊતરીને ‘રાહુલ ગાંધી મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. આ જોઈને કૉન્ગ્રેસના કાર્યકરો નારા લગાવતા લોકો પર તૂટી પડ્યા હતા.

national news india uttar pradesh rahul gandhi congress