કૉંગ્રેસ નેતા અહમદ પટેલ કોરોના સંક્રમિત, ટ્વીટ કરીને આપી માહિતી

01 October, 2020 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કૉંગ્રેસ નેતા અહમદ પટેલ કોરોના સંક્રમિત, ટ્વીટ કરીને આપી માહિતી

અહમદ પટેલ (ફાઇલ ફોટો)

વરિષ્ઠ કૉંગ્રેસ નેતા અહમદ પટેલ (Congress Leader) કોરોના વાયરસ (Coronavirus Positive) સંક્રમિત થઈ ગયા છે. તેમણે ગુરુવારે ટ્વીટ (Tweet) કરીને પોતે આ વાતની માહિતી આપી છે. સાથે જ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન સંપર્કમાં આવેલા લોકોને પોતાને આઇસોલેટ કરી લેવાની અપીલ પણ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, "રિપોર્ટમાં હું કોવિડ-19 પૉઝિટીવ (Covid-19 Positive) આવ્યો છે. હું હાલ મારી સાથે સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે તે પોતાને આઇસોલેટ કરી લે." પટેલ તાજેતરમાં જ કૃષિ વિધેયકોનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.

ગયા મંગળવારે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂના કોરોના સંક્રમિત થવાના સમાચાર આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે જણાવ્યું કે નાયડૂમાં સંક્રમણના લક્ષણો નથી અને તેમની તબિયત હાલ સારી છે. ઉપરાષ્ટ્રપતિએ મંગળવારે સવારે નિયમિત પરીક્ષણ કરાવ્યું હતું જેમાં તેમના સંક્રમિત થવાની પુષ્ઠિ થઈ હતી. ઉપરાષ્ટ્રપતિની પત્ની ઉષા નાયડૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ગઈ કાલે બુધવારે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મંત્રી નિતિન ગડકરીએ માહિતી આપી હતી કે તે કોરોના સંક્રમણમાંથી રિકવર થઈ ગયા છે. તેમણે કહ્યું કે તમારા બધાંના આશીર્વાદ અને શુભેચ્છાઓને કારણે હું કોરાના મુક્ત થઈ શક્યો છું. ગડકરી 16 સપ્ટેમ્બરના કોરોના સંક્રમિત થયા હતા જેના પછી તેમણે પોતાને આઇસોલેટ કરી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 86,821 નવા કેસ સામે આવ્યા છે જેની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 63,12,584 થઈ ગઈ છે. આમાં 26,21,418 કેસ ફક્ત સપ્ટેમ્બરમાં સામે આવ્યા છે. આંકડાઓ પ્રમાણે જોતાં અત્યાર સુધી કુલ 60 લાખથી વધારે કેસમાંથછી 41.53 ટકા કેસ ફક્ત સપ્ટેમ્બરમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 85,376 લોકોએ બીમારીને માત આપી છે. આની સાથે જ 52,73,201 લોકો મહામારીમાંથી સ્વસ્થ થયા છે.

coronavirus covid19 congress national news