લડાઈ ભલે ગમે તેટલી લાંબી હોય, હું પીછેહઠ નહીં કરું: સોનિયા ગાંધી

28 May, 2019 11:39 AM IST  |  નવી દિલ્હી

લડાઈ ભલે ગમે તેટલી લાંબી હોય, હું પીછેહઠ નહીં કરું: સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે દેશના મૂલ્યોની રક્ષા કરવા માટે તેઓ દરેક પ્રકારના બલિદાન માટે તૈયાર છે. સાથોસાથ ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્રથી લોકસભા ચૂંટણી ૨૦૧૯ જીત્યા બાદ રાયબરેલીના લોકોનો આભાર પણ માન્યો. રાયબરેલીના લોકોના નામે સંબોધિત એક પત્રમાં કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે.

આ ખુલ્લા પત્રમાં સોનિયા ગાંધીએ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો પણ આભાર માન્યો છે કે તેઓએ તેમની વિરુદ્ધ કોઈ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઊભો ન રાખ્યો. આ પત્રમાં ગાંધીએ કહ્યું કે હું આપને વાયદો કરું છું કે દેશના પાયાના મૂલ્યોની રક્ષા કરવા અને કૉંગ્રેસના પૂર્વજોની મહાન પરંપરાને કાયમ રાખવા માટે મારે જે પણ કુરબાની આપવી પડશે, હું પાછળ નહીં હટું.

ગાંધીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે તેમને આભાસ છે કે આવનારો સમય કઠિન હશે, પરંતુ તેઓ તેના માટે પણ તૈયાર છે. તેઓએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આપના સહયોગ અને વિશ્વાસના દમ પર કૉંગ્રેસ પાર્ટી દરેક પડકારનો મજબૂતાઈથી સામનો કરશે.

આ પણ વાંચો : મની-લૉન્ડરિંગના મામલે રૉબર્ટ વાડ્રાને દિલ્હી હાઈ કોર્ટે મોકલી નોટિસ

સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓએ હંમેશાં રાયબરેલીને પોતાના પરિવારની જેમ સમજ્યું છે અને મોટા પરિવારની જેમ તેનું ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, મારી જિંદગી આપ સૌની સામે એક ખુલ્લા પુસ્તકની જેમ રહી છે. તમે મારા પરિવારની જેમ છો. આપથી મને હિંમત મળી છે અને એ જ મારી મૂડી છે. લોકસભા ચૂંટણીમાં એમની જીત માટે સોનિયાએ રાયબરેલીની જનતાની સાથોસાથ કૉંગ્રેસ કાર્યકર્તાઓ અને તમામ શુભચિંતકો સહિત એ પાર્ટીઓ પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો જેઓએ તેમને ચૂંટણીરણ જીતવાની રાહ સરળ કરી.

sonia gandhi national news congress