ચીની આર્મીએ અરુણાચલ બોર્ડરથી પાંચ છોકરાઓનું અપહરણ કર્યું

05 September, 2020 11:47 AM IST  |  Arunachal Pradesh | Gujarati Mid-day Online Correspondent

ચીની આર્મીએ અરુણાચલ બોર્ડરથી પાંચ છોકરાઓનું અપહરણ કર્યું

અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય નિનોન્ગ એરિંગ (તસવીર સૌજન્ય: ટ્વીટર)

ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ કાયમ છે. આ દરમિયાન અરુણાચલ પ્રદેશના પાંચ બાળકોને ચીનની સેનાના માધ્યમથી અપહરણ કરાયા હોવાનો મામલો સામે આવ્યો છે. અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય નિનોન્ગ એરિંગે ચીન પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, ચીનની સેનાએ બોર્ડર પરથી પાંચ ભારતીય બાળકોનું અપહરણ કર્યુ છે.

એરિંગે શનિવારે કહ્યું કે, ચીની સૈનિકોએ નાછો કસ્બામાં રહેતા પાંચ છોકરાઓનું અપહરણ કર્યું છે. આ વિસ્તાર રાજ્યના સુબાનસિરી વિસ્તારમાં આવે છે. આ ઘટના તે સમયે થઈ જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ રશિયા અને ચીનના રક્ષામંત્રીઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. પીપુલ્સ લિબરેશન આર્મીની આ હરકતના કારણે ખોટો મેસેજ ફેલાશે.

એરિંગે ટ્વિટની સાથે ફેસબુકનો પણ સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ કયા ભારતીયોનું અપહરણ કર્યું છે. જોકે એરિંગે એવું નથી જણાવ્યું કે, એ લોકોને ક્યારે કિડનેપ કરવામાં આવ્યા છે. એરિંગે કહ્યું કે, ચીનની આ હરકત પર તેમને જડબાતોડ જવાબ આપવો જોઈએ.

મળતી માહિતી પ્રમાણે, જે ગ્રામજનોનું અપહરણ થયું છે તેમાં ટોચ સિંગકમ, પ્રસાદ રિંગલિંગ, ડોંગટૂ ઈબિયા, તનુ બેકર અને નાર્ગુ ડિરીનો સમાવેશ થાય છે. બે અન્ય ગ્રામીણ હતા જે અપહરણ થયેલા લોકોની સાથે હતા. જો કે તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. એ બાદ આ બન્ને લોકોએ આ પાંચ લોકોના અપહરણના સમાચાર આપ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય નનોન્ગ એરિંગે PMOને ટ્વીટ કર્યું છે અને આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું છે. એક તરફ ચીન વાતચીત કરી સમસ્યાને ઉકેલવાનો ડોળ કરે છે. તો બીજી તરફ કાલા ટોપ હિલ પર ઘૂસણખોરીમાં નિષ્ફળ જતા ફાયરિંગ રેન્જમાં આવી ગયું છે. જ્યાં એક તરફ મોસ્કોમાં ચીનના રક્ષા મંત્રી રાજનાથ સાથે બેઠક કરે છે અને અરુણાચલમાં આ પ્રકારનું કૃત્ય પણ કરી રહ્યું છે.

national news india china arunachal pradesh