કૉન્ગ્રેસના નેતા સંજય ઝાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ: હોમ ક્વૉરન્ટીન થયા

23 May, 2020 01:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના નેતા સંજય ઝાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ: હોમ ક્વૉરન્ટીન થયા

ફાઈલ તસવીર

ભારતમાં કોરોના વાઇરસ ચેપની સંખ્યા ૧,૦૦,૦૦૦ને વટાવી ગઈ છે. કૉન્ગ્રેસના નેતા સંજય ઝા પણ આ જીવલેણ રોગની ઝપટમાં આવી ગયા છે. શુક્રવારે તેમણે ટ્વીટ કર્યું હતું કે તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે ત્યારથી તે હવે ક્વૉરન્ટીનમાં છે.

કૉન્ગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ આગામી ૧૦-૧૨ દિવસ માટે એક અલગ હોમ ક્વૉરન્ટીનમાં રહેશે. સંજય ઝાએ કહ્યું કે આ રોગચાળાનાં સંક્રમણને હલકામાં ન લો, આ ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. સંજય ઝાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે મારો કોવિડ-૧૯ ટેસ્ટ-રિપોર્ટ  પૉઝિટિવ આવ્યો છે, કારણ કે હવે હું સામાજિક ફેલાયેલા રોગની પકડમાં છું, તેથી મેં ઘરેથી પોતાને અલગ કરી દીધેલ છે. તેમણે લોકોને અપીલ કરી કે રોગચાળાના ચેપને હળવાશમાં ન લો, તે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે.

national news congress coronavirus covid19