કૉન્ગ્રેસ: પક્ષને મજબૂત બનાવવા જી-૨૩ નેતાઓનું જમ્મુમાં સંમેલન

28 February, 2021 11:37 AM IST  |  Jammu & Kashmir | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસ: પક્ષને મજબૂત બનાવવા જી-૨૩ નેતાઓનું જમ્મુમાં સંમેલન

પ્રતીકાત્મક તસવીર

રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય ગુલામ નબી આઝાદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સિબલ અને શર્મા સહિત ભૂપીન્દર સિંહ હૂડા, રાજ બબ્બર અને વિવેક ટંખા જેવા કૉન્ગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા

કૉન્ગ્રેસના સિનિયર નેતાઓ કપિલ સિબલ અને આનંદ શર્માએ શનિવારે જણાવ્યું હતું કે ‘જી-૨૩ અથવા તો અસહમત ૨૩ નેતાઓનું જૂથ કૉન્ગ્રેસ પક્ષને ‘નબળો પડતો’ જોઈ રહ્યું છે અને તેઓ પક્ષના ભલા માટે અવાજ ઉઠાવી રહ્યા છે.’

સાચી વાત એ છે કે અમે જોઈએ છીએ કે કૉન્ગ્રેસ પક્ષ નબળો પડી રહ્યો છે. આથી અમે અહીં એકઠા થયા છીએ. અમે અગાઉ પણ એકઠા થયા હતા અને અમારે સાથે મળીને પક્ષને મજબૂત કરવો પડશે, એમ સિબલે ‘શાંતિ સંમેલન’ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

‘શાંતિ સંમેલન’ સંબોધનારા આનંદ શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં કૉન્ગ્રેસ પક્ષ નબળો પડી ગયો છે. અમારો અવાજ પક્ષના ભલા માટે છે. કૉન્ગ્રેસ સર્વત્ર ફરીથી મજબૂત થવી જોઈએ. નવી પેઢી (પક્ષ) સાથે સંકળાય એ જરૂરી છે. અમે કૉન્ગ્રેસના સારા દિવસો જોયા છે. અમારી વય વધી રહી છે ત્યારે અમે કૉન્ગ્રેસને નબળી પડતી જોવા નથી ઇચ્છતા, એમ તેમણે જણાવ્યું હતું. રાજ્યસભાના ભૂતપૂર્વ સંસદસભ્ય ગુલામ નબી આઝાદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સિબલ અને શર્મા સહિત ભૂપીન્દર સિંહ હૂડા, રાજ બબ્બર અને વિવેક ટંખા જેવા કૉન્ગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

national news congress jammu and kashmir