આર્થિક તંગીમાં કોંગ્રેસ, પદાધિકારીઓને ચા-નાસ્તામાં કાપ મુકવાનો આદેશ

12 October, 2019 03:13 PM IST  |  નવી દિલ્હી

આર્થિક તંગીમાં કોંગ્રેસ, પદાધિકારીઓને ચા-નાસ્તામાં કાપ મુકવાનો આદેશ

આર્થિક તંગીમાં કોંગ્રેસ


દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ આર્થિક તંગીનો સામનો કરી રહી છે. આ જ કારણ છે કે કોંગ્રેસે પોતાના મહાસચિવો, રાજ્યના પ્રભારીઓ અને અન્ય પદાધિકારીઓને ખર્ચ પર લગામ મુકવાનો નિર્દેશો આપ્યા છે. સમાચાર એજન્સી આઈએએનએસના પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષથી વધારે સમયથી કેન્દ્રની સત્તાથી દૂર કોંગ્રેસ ફંડની કમીનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસના એક સૂત્રએ જણાવ્યું કે કેન્દ્રની સત્તાથી દૂર કોંગ્રેસ ફંડની કમીનો સામનો કરી રહી છે. કોંગ્રેસના સૂત્રએ જણાવ્યું કે આર્થિક સંકટનો સામનો કરવા માટે અકાઉન્ટ વિભાગે મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને અન્ય પદાધિકારીઓને કહ્યું છે કે તે ખર્ચ પર લગામ લગાવે.

કોંગ્રેસની તરફથી પાર્ટીના પદાધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે ચા-નાસ્તા પર ખર્ચની સીમા પ્રતિ મહિના ત્રણ હજાર રૂપિયા રાખે. પાર્ટીના પદાધિકારીઓને સાફ શબ્દોમાં કહ્યું છે કે જો ખર્ચ તેનાથી વધારે થાય છે તો તે સંબંધિતવ્યક્તિએ ચુકવવો પડશે. જણાવી દઈએ કે ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની કેન્ટીનથી ચા-નાસ્તાનો બંદોબસ્ત થાય છે. પાર્ટીના પદાધિકારીઓના તમામ બિલની ચુકવણી અકાઉન્ટ વિભાગ તરફથી કરવામાં આવે છે.

આ પણ જુઓઃ એન્કરથી એક્ટર સુધી...જાણો મોન્ટુની બિટ્ટુ ફેમ બંસી રાજપૂતની સફરને...

એક અન્ય સૂત્રએ નામનો ખુલાસો ન કરવાની શરતા પર જણાવ્યું કે, પાર્ટીએ નેતાઓને સલાહ આપી છે કે તેઓ નાના અંતરની યાત્રાઓ ટ્રેનથી જ કરે.  એટલું જ નહીં પાર્ટીએ જણાવ્યું કે રાત્રે રોકાવાની જરૂર ન હોય તો  હોટેલ બુક ન કરાવે. છેલ્લા આંકડાઓ પર નજર કરીએ તો પાર્ટીની સંપત્તિઓમાં 2017 થી 2018 દરમિયાન 15 ટકાનો ઘટાડો જણાયો છે. વર્ષ 2017માં પાર્ટીની સંપત્તિ 854 કરોડ રૂપિયા હતી જે 2018માં ઘટીને 754 કરોડ રૂપિયા રહી ગઈ. એસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સનો રિપોર્ટ કહે છે કે કોંગ્રેસને 55.36 કરોડનું ફંડ મળ્યું છે.

congress sonia gandhi