કૉન્ગ્રેસે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઉન્નાવ બળાત્કાર પીડિતાની માતાને ટિકિટ આપી

14 January, 2022 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસનાં મહા​સચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાએ ગઈ કાલે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ૫૦ મહિલાઓ સહિત ૧૨૫ ઉમેદવારોનું પાર્ટીનું પહેલું લિસ્ટ જાહેર કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ કૉન્ગ્રેસનાં મહા​સચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાએ ગઈ કાલે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ૫૦ મહિલાઓ સહિત ૧૨૫ ઉમેદવારોનું પાર્ટીનું પહેલું લિસ્ટ જાહેર કર્યું હતું. પાર્ટીએ ઉન્નાવ વિધાનસભા બેઠક પરથી ઉન્નાવ બળાત્કાર પીડિતાની માતા આશા સિંહને ઊભાં રાખ્યાં છે.  
જેના વિશે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે ‘ઉન્નાવમાં જેમની દીકરીની સાથે બીજેપીએ અન્યાય કર્યો હતો, હવે તેઓ ન્યાયનો ચહેરો બનશે, લડશે, જીતશે.’
૨૦૧૯માં બીજેપીમાંથી બરતરફ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને ૨૦૧૭માં ટીનેજર ગર્લ પર બળાત્કાર કરવા બદલ દોષી જાહેર કરાયા હતા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બળાત્કારની પીડિતાએ પોલીસની નિષ્ક્રિયતા બદલ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવાસસ્થાનની બહાર આત્મવિલોપનની કોશિશ કર્યા બાદ ઉન્નાવ બળાત્કાર કેસની સમગ્ર દેશમાં ખૂબ જ ચર્ચા થઈ હતી. 

congress uttar pradesh