અર્નબ ગોસ્વામી ચેટની તપાસ માટે જેપીસી નિમો

23 January, 2021 02:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અર્નબ ગોસ્વામી ચેટની તપાસ માટે જેપીસી નિમો

અર્નબ ગોસ્વામી

રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની વિવાદાસ્પદ વૉટ્સએપ ચૅટ રાષ્ટ્રીય સુરક્ષા તેમજ ઑફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટનો ભંગ કરનારી હોવાનો મત કૉન્ગ્રેસ કારોબારીએ વ્યક્ત કર્યો હતો. એ સ્થિતિમાં એ કિસ્સામાં વિવિધ વ્યક્તિઓની ભૂમિકા સહિતની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા યોજવાની માગણી ગઈકાલે કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીએ કરી હતી.

ગઈકાલે કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ખેડૂતોના આંદોલન, કોવિડ વેક્સિનેશન ડ્રાઇવ અને ગોસ્વામીની બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલના ભૂતપૂર્વ સીઇઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે વિવાદાસ્પદ વૉટ્સએપ ચૅટ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ત્રણેય વિષયોમાં ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. અર્નબની વિવાદાસ્પદ ચૅટ વિશેના ઠરાવમાં એ કેસની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ યોજવાની માગણી કરવામાં આવી હતી. 

national news congress arnab goswami