ગાઝિયાબાદ વૃદ્ધ કેસ: સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઈન્ડિયાના MD વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

17 June, 2021 01:09 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાઝિયાબાદના લોનીમાં એક વૃદ્ધ વ્યક્તિને ઢોર માર માર્યા પછી દાઢી કઢાવી હોવાનો એક વીડિયો વાયરલ મામલે સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઈન્ડિયાના એમડી સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સ્વરા ભાસ્કર ( ફાઈલ ફોટો)

ગાઝિયાબાદના લોનીમાં એક વૃદ્ધ વ્યક્તિને ઢોર માર માર્યા પછી દાઢી કઢાવી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ કેસમાં દિલ્હી પોલીસને સ્વરા ભાસ્કર અને ટ્વિટર ઇન્ડિયાના એમડી મનીષ મહેશ્વરી અને અન્ય લોકો સામે તિલક નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

લોનીના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસી, અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે 72 વર્ષીય વ્યક્તિ પર હુમલો કરવા અને દાઢી કાઢવાના વાયરલ વીડિયો મામલે રાસુકા લાદવાની માંગ કરી છે. તેણે લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કાર્યવાહી કરવા માગ કરી છે.

ધારાસભ્યએ જણાવ્યું છે કે 5 જૂને લોનીમાં એક ષડયંત્ર રૂપે 72 વર્ષીય વ્યક્તિની દાઢી કાઢીને તેને માર મારવામાં આવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી, અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેમના સત્તાવાર વેરિફાઇ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે.

આ કેસમાં હિન્દુ મુસ્લિમનો રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ એક પૂર્વઆયોજિત કાવતરું છે અને આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનો એક ભાગ છે. લોની સહિત રાજ્યમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે તાહિર આપીને રાસુકા લાદવાની માંગ કરી છે. લોની સીઓ અતુલકુમાર સોનકરે જણાવ્યું હતું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

swara bhaskar national news uttar pradesh ghaziabad