બિહારના CM નીતીશ કુમાર થયા કોરોના સંક્રમિત, રહેશે હોમ આઇસોલેશનમાં

10 January, 2022 07:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સીએમ સવારે એન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ હતા. તે સમયે આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવવામાં આવી. હવે રિપૉર્ટ આવ્યા પથી ખબર પડી છે કે તેઓ કોરોના પૉઝિટીવ છે.

નીતીશ કુમાર

બિહારમાં કોવિડ સંક્રમણ ઝડપથી પોતાનો પગપેસારો કરી રહ્યો છે. કોરોનાના નવા વેરિએન્ટ સાથે હવે ડેલ્ટા અને ઑમિક્રૉને પણ લોકોને પોતોની ચપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે. અહીં હવે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ કોરોના સંક્રમિત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ સવારે એન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ હતા. તે સમયે આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવવામાં આવી. હવે રિપૉર્ટ આવ્યા પથી ખબર પડી છે કે તેઓ કોરોના પૉઝિટીવ છે.

સાવચેતી રાખવાની કરી અપીલ
સીએમઓ બિહાર પર ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે, "માનનીય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમાર કોરોના તપાસમાં પૉઝિટીવ આવ્યા છે. ડૉક્ટરની સલાહ પર તે હોમ આઇસોલેશનમાં છે. તેમણે બધાને કોવિડ અનુકૂળ સાવચેતીઓ રાખવાની અપીલ કરી છે."

કોરોનાની સાથે ફેલાઇ રહ્યું છે ઑમિક્રૉન
જણાવવાનું કે કોરોના સંકટ વચ્ચે પ્રદેશના સાત જિલ્લાના દર્દીઓમાં ઑમિક્રૉન વેરિએન્ટની પુષ્ઠિ થઈ છે. રવિવારે આઇજીઆઇએમએસ (IGIMS,Patna)ની માઇક્રૉબાયોલૉજી લેબમાં કરવામાં આવેલી જીનોમ સિક્વેંસિંગમાં 32 સંક્રમિતોના રિપૉર્ટ આવ્યા, જેમાંથી 27 લોકોમાં કોરોનાના ઑમિક્રૉન અને ચાર લોકોમાં ડેલ્ટા વેરિએન્ટી પુષ્ઠિ થઈ। જ્યારે એક સેમ્પલમાં અપુષ્ઠ વેરિએન્ટ મળ્યું છે. હૉસ્પિટલના અધિક્ષકે જણાવ્યું કે કુલ 32 સેમ્પલમાંથી 22 પટનાના હતા. પટનાના 22 સેમ્પલમાંથી 20માં ઑમિક્રૉન, એકમાં ડેલ્ટાની પુષ્ઠિ થઈ હતી, તેમણે જણાવ્યું કે સેમ્પલ પ્રવાસી ઇતિહાસવાળા દર્દીઓના છે, જે રાજ્યમાંથી બહાર ક્યાંક ફરવા કે સારવાર માટે ગયા હતા.

national news coronavirus covid19 nitish kumar bihar