CJI જસ્ટિસ રંજન ગોગોઈએ યૌન શોષણના આરોપોને ફગાવ્યા

20 April, 2019 02:42 PM IST  |  નવી દિલ્હી

CJI જસ્ટિસ રંજન ગોગોઈએ યૌન શોષણના આરોપોને ફગાવ્યા

CJI પર લાગ્યા ગંભીર આરોપો


દેશની સર્વોચ્ચ અદાલતમાં શનિવારે એક અલગ જ પ્રકારના મામલાની સુનાવણી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ પર લાગેલા યૌન શોષણના આરોપોની સુનાવણી કરી. જસ્ટિસ ગોગોઈએ તેમના પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા છે. જો કે, તેમણે આ મામલાની સુનાવણી માટે એક બેચની રચના કરી અને પોતાને તેનાથી અલગ કર્યા છે. આ સાથે જ તેમણે આ પ્રકારના આરોપોને ન્યાયતંત્રની સામે ષડયંત્ર ગણાવીને ન્યાયતંત્ર ખતરામાં હોવાનું કહ્યું.

શું છે આરોપ?
મહત્વનું છે કે, જસ્ટિસ ગોગોઈ પર સુપ્રીમ કોર્ટના જ એક પૂર્વ કર્મચારીઓ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં સુનાવણી કરતા કહ્યું કે આ પ્રકારના આરોપો ન્યાયતંત્રની સ્વાયત્તાતની વિરુદ્ધમાં છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ મહિલા કર્મચારીએ લગાવેલા ગંભીર આરોપો પર શનિવારે મામલાની સુનાવણી મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ સંજીવ ખન્નાએ કરી.

આ પણ વાંચોઃ CBI વિવાદ: વર્માને રજા પર મોકલતા પહેલા કમિટીની સલાહ કેમ ન લીધી?- CJI

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેમના પર લાગેલા આરોપો અવિશ્વનીય છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે હું એટલા નીચે સ્તર પર જઈ શકું કે આવા આરોપોને ફગાવું. આ બધા પાછળ કોઈ મોટી તાકાત છે. તેઓ મુખ્ય ન્યાયાધીશની ઑફિસને બદનામ કરવા માંગે છે.

supreme court