ચિરાગ પાસવાનને લોજપાના પ્રમુખ પદ પરથી હટાવાયા, પાસવાને ધમાસાણ પર તોડ્યુ મૌન

15 June, 2021 05:55 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બિહારમાં ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો મળ્યો છે. હકીકતમાં તેમને લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના વડા પદ પરથી પણ હટાવવામાં આવ્યા છે.

ચિરાગ પાસવાન (ફાઈલ ફોટો)

બિહારમાં ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો મળ્યો છે. હકીકતમાં તેમને લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના વડા પદ પરથી પણ હટાવવામાં આવ્યા છે.  પશુપતિ કુમાર પારસના સમર્થકોએ આ માટે પક્ષના બંધારણનો ઉપયોગ કર્યો.  તો બીજી બાજુ ચિરાગ પાસવાને આ સમગ્ર મામલામાં પહેલીવાર મૌન તોડ્યું છે અને કાકા પશુપતિ પારસના નામે લખેલો જૂનો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પશુપતિ પારસના ટેકેદારોનું કહેવું છે કે, ચિરાગ પાસવાન એક સાથે ત્રણ હોદ્દા પર હતા. કહેવામાં આવી રહ્યું છે કે હવે પશુપતિ કુમાર પારસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળશે. તે 20 જૂન સુધી  કાર્યભાર સંભાળી શકે છે.

આપને જણાવી દઈએ કે એલજેપી પાસે 17 મી લોકસભામાં કુલ છ સાંસદો છે, જેમાંથી પાંચ સાંસદ પશુપતિ કુમાર પારસ, ચૌધરી મહેબૂબ અલી કૈઝર, વીણા દેવી, ચંદન સિંહ અને રાજકુમાર રાજે ચિરાગ પાસવાનને પક્ષના તમામ પદ પરથી હટાવ્યા છે. આ પછી તેમણે ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે.


ઉલ્લેનીય છે કે પાર્ટીમાં થયેલી બગાવતને લઈ ચિરાગ પાસવાને મોન તોડ્યુ છે.  તેમણે  પોતાના કાકાના નામ પર ટ્વિટ કરી લખ્યું કે પાપાના મોત બાદના તમારા વ્યવહારથી હું તુટી ગયો છુ. હું પાર્ટી અને પરિવારને સાથે રાખીને ચાલવામાં અસફળ રહ્યો. આ સાથે ચિરાગ પાસવાને એક જુનો પત્ર શેર કરતાં કહ્યું કે,  "પાપાએ બનાવેલી આ પાર્ટી અને પરિવારને સાથે રાખી ચાલવાનો મે પ્રયાસ કર્યો પંરતુ હું અસફળ રહ્યો.  પાર્ટી મા સમાન છે અને મા સાથે ડગો ન કરવો જોઈએ . લોકતંત્રમાં જનતા સર્વોપરી છે. પાર્ટી પર વિશ્વાસ રાખતાં લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. આ એક જુનો પત્ર શેર કરું છું. "

national news chirag paswan bihar indian politics