ચીને યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

29 September, 2019 09:31 AM IST  |  યૂએન

ચીને યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

ભારતનો ચીનને જવાબ

ચીની વિદેશ મંત્રી વાંગ યીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો. તેમણે કાશ્મીરને ભૂતકાળનો વિવાદ ગણાવ્યો. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી દ્વારા જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખનો ઉલ્લેખ કરવા પર શનિવારે વાંધો જતાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનાં અભિન્ન અંગ છે અને આ ક્ષેત્રમાં હાલનો ઘટનાક્રમ સંપૂર્ણ રીતે દેશનો આંતરિક મામલો છે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

ચીની વિદેશ મંત્રી વાંગ યીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર ઉદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કાશ્મીર ભૂતકાળનો વિવાદ છે અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય સમજૂતીઓ મુજબ કાશ્મીરનો યોગ્ય અને શાંતિપૂર્ણ હલ નીકળવો જોઈએ. તેમણે કહ્યું કે યથાસ્થિતિમાં બદલાવ આવે એવાં કોઈપણ પગલાં ન ભરવાં જોઈએ. યીએ વધુ કહ્યું કે ભારત અને પાકિસ્તાન પાડોશી હોવાને નાતે તેઓ ઉમ્મીદ કરે છે કે બન્ને પક્ષો વચ્ચે વિવાદનો ઉકેલ યોગ્ય રીતે થાય અને સંબંધોમાં સ્થિરતા આવે.

united nations china pakistan