ચીન, પાકિસ્તાન સાવધાન : સરહદ પર 44 પુલો તૈયાર કરી લીધા છે ભારતે

13 October, 2020 11:06 AM IST  |  New Delhi | Agency

ચીન, પાકિસ્તાન સાવધાન : સરહદ પર 44 પુલો તૈયાર કરી લીધા છે ભારતે

બીઆરઓ દ્વારા તૈયાર કરાયેલા ૪૪ પૈકી ૪ પુલો. તસવીર. પી.ટી.આઈ

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે સોમવારે ૭ રાજ્યના સીમાડાના વિસ્તારોમાં બનેલા ૪૪ પુલનું વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. રાજનાથે અરુણાચલ પ્રદેશમાં એક સુરંગનો શિલાન્યાસ પણ કર્યો છે. બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ કહ્યું હતું કે આ પુલોની વ્યુહાત્મક અગત્યતા જ નથી, પરંતુ એ સુદૂર વિસ્તારો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં પણ મદદરૂપ થશે.

આ પુલ લદાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં બનાવાયા છે. આ તમામ પુલોને સેનાના બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશને તૈયાર કર્યા છે. ૭ પુલ લદાખમાં તૈયાર કરાયા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં ૧૦, હિમાચલમાં ૨, ઉત્તરાખંડમાં અને અરુણાચલમાં ૮-૮ અને સિક્કિમ તથા પંજાબમાં ૪-૪ પુલ બનાવાયા છે.

સરહદ વિવાદ ચીન-પાકિસ્તાનનું મિશન

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે આપણી ઉત્તરી અને પૂર્વીય સીમા પર કેવી પરિસ્થિતિ છે એ બધાને ખબર છે. પહેલાં પાકિસ્તાન અને હવે ચીન. એવું લાગે છે કે એક અભિયાન છેડીને સરહદ પર વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ દેશો સાથે આપણી 7000 કિલોમીટર લાંબી સીમા છે જ્યાં પરિસ્થિતિ તંગ છે.

china pakistan national news rajnath singh india