RCEPમાં ભારતના ઈનકારથી ચિડાઈ ગયું ચીન, જાણો શું કહે છે ત્યાંનું મીડિયા

07 November, 2019 04:56 PM IST  |  New Delhi

RCEPમાં ભારતના ઈનકારથી ચિડાઈ ગયું ચીન, જાણો શું કહે છે ત્યાંનું મીડિયા

છંછેડાયું છે ચીન

ચીનના નેતૃત્વ વાળા રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનૉમિક પાર્ટનરશિપ RCEPમાં જોડાવાના ભારતના ઈનકાર બાદ ચીન ચિડાઈ ગયું છે. તેનો આ ધૂંધવાટ તેના સરકાર મીડિયામાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. આ ઈનકાર બાદ ચીને ભારતીય નેતૃત્વ અને ભારતની રાજનૈતિક વ્યવસ્થા પર જ સવાલ ઉઠાવી દીધા છે. ચીનના સરકારની મીડિયાનું કહેવું છે કે ભારત સરકારે રાજનૈતિક દબાણમાં આવીને તેમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે.

સકારાત્મક સંકેત
ચીનના સરકારી અખબાર ગ્લોબર ટાઈમ્સના પ્રમાણે સપ્ટેમ્બરમાં ભારતને આ મેગા ટ્રેડ ડીલ પર ચર્ચા કરવા માટે આમંત્રિત કર્યું હતું. અખબારનું કહેવું છે કે RCEPથી ભારત બહાર થયા બાદ પીયૂષ ગોયલે એવા સંકેતો આપ્યા હતા કે આ મામલે ભારતે વાતચીતના દ્વાર ખુલ્લા રાખ્યા છે. જે દર્શાવે છે કે ભારત તેની સાથે જોડાવા માંગે છે.

વિપક્ષના તેવર
ગ્લોબલ ટાઈમ્સના વેબ એડિશનમાં છપાયેલા એક લેખમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસ સહિતના વિપક્ષના વિરોધ બાદ એ નક્કી થઈ ગયું હતું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે આગળ નહીં વધે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ RCEPના વિરોધની શરૂઆત કરી હતી. અખબારે લખ્યું છે કે આ ટ્રેડ અગ્રીમેન્ટને ભારતમાં રાજનૈતિક મુદ્દો બનાવી દેવામાં આવ્યો અને તેનાથી થનારા લાંબા ગાળાના ફાયદાને નજરઅંદાજ કરવામાં આવ્યો.

ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ
અખબરાના પ્રમાણે ભારતે વિતેલા કેટલા વર્ષોમાં કેટલાક દેશો સાથે મુક્ત વેપાર સંધિ કરી છે. એટલે ભારતની ખોટ વધી છે. જેનો પુરાવો છે કે ભારતને સ્પર્ધા વધારવા માટે સુધારો લાવવાની જરૂર પડી. RCEPની વાત છે તો તેનાથી ભારતને ઘણો ફાયદો થાત સાથે દેશમાં આર્થિક સુધારાની રાહ પણ સરળ થાત, પરંતુ ભારતની ક્ષમતા તેના સિસ્ટમમાં ફસાઈને રહી ગઈ.

હાઈ-સ્પીડ રેલ નેટવર્ક પર સવાલ
બારનું કહેવું છે કે ભારતમાં હાઈ સ્પીડ રેલ નેટવર્કની પ્રપોઝલની શરૂઆત મુંબઈ અને અમદાવાદથી થઈ. જેને 2015માં અપ્રુવલ મળ્યું પરંતુ તેનું કામ 2020થી શરૂ થઈ શકે છે. ભારતમાં આ પ્રક્રિયા ધીમી છે. જ્યારે ચીનમાં અનેક હાઈસ્પીડ લાઈન્સ છે જે તેની તાકાતનો પુરાવો છે.

આ પણ જુઓઃ સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...

નેતૃત્વ પર સવાલ
અખબારે અંતમાં લખ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિએ એકવાર કહ્યું હતું કે તેઓ દેશના વિકાસ માટે આકરા પગલાં લેતા નહીં અચકાય. તેમણે ન માત્ર આ કહ્યું છે પરંતુ કરીને પણ બતાવ્યું છે. જ્યારે બીજી તરફ પીએમ મોદી રાજનૈતિક ખતરાને જોઈને મોટા પગલાં નથી લેતા. અખબારે પ્રદૂષણની સમસ્યા ટાંકીને કહ્યું છે કે, આ સમય છે જ્યારે ભારતે પોતાની રાજનૈતિક વ્યવસ્થા પર વિચાર કરવો જોઈએ.

china national news