ચિદમ્બરમની ત્રીજીવાર 14દિવસની કસ્ટડી વધી,17 ઓક્ટોબર સુધી તિહાડમાં રહેશે

03 October, 2019 04:20 PM IST  |  Mumbai

ચિદમ્બરમની ત્રીજીવાર 14દિવસની કસ્ટડી વધી,17 ઓક્ટોબર સુધી તિહાડમાં રહેશે

પુર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ

Mumbai : INX મીડિયાના ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા પુર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને મુશ્કેલી પીછો નથી છોડી રહી. પી. ચિદમ્બરમે ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેણે સુનવણી ઝડપથી થવા માટે માંગ કરી છે. જસ્ટિસ એમ. વી. રમનાએ ચિદમ્બરમની અરજીને ચીફ જસ્ટિસ રંજન ગોગાઈની પાસે મોકલી છે. તો બીજી તરફ વિશેષ કોર્ટે ચિદમ્બરની જ્યુડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. આજે કસ્ટડી ખત્મ થયા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે 5 સપ્ટેમ્બરથી જેલમાં છે.


ચિદમ્બરનો જામીન આપવાને લઇને હાઇકોર્ટે ઇન્કાર કર્યો હતો
આ પહેલા 30 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપવાથી ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અત્યાર સુધીમાં મામલાના સબૂતોમાં કોઈ છેડછાડ થઈ નથી. મામલાની તપાસ હાલ મહત્વના તબક્કા પર છે. આ કારણે સબૂતો સાથે છેડછાડ થવાની શકયતા છે. ચિદમ્બરમ સાક્ષીઓને પ્રભાવિત પણ કરી શકે છે.

આ પણ જુઓ : Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...

પી. ચિદમ્બરમની 20 ઓગ,ટના રોજ આગોતરા અરજી ફગાવી દેતા ધરપકડ કરવામાં આવી હતી
કોંગ્રેસ નેતા ચિદમ્બરમ હાલ તિહાડ જેલમાં બંધ છે. ગુરૂવારે તેમની જ્યુડિશિયલ કસ્ટડી ખત્મ થઈ રહી છે. 19 સપ્ટેમ્બરે વિશેષ કોર્ટે બીજી વાર કસ્ટડી 14 દિવસ માટે વધારી હતી. દિલ્હી હાઈકોર્ટે 20 ઓગસ્ટે ચિદમ્બરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. બાદમાં સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી.

national news indian politics p chidambaram