તામિલનાડુમાં એમ્સ્ટરડૅમથી આવ્યો ઑક્સિજન : ચાર કન્ટેઈનર પહોંચ્યા

18 May, 2021 01:38 PM IST  |  Chennai | Agency

તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિનના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં નેધરલૅન્ડની રાજધાની ઍમ્સ્ટરડૅમમાંથી ઑક્સિજન મળ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિનના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં નેધરલૅન્ડની રાજધાની ઍમ્સ્ટરડૅમમાંથી ઑક્સિજન મળ્યો છે. ઇન્ડિયન ઍરફોર્સ દ્વારા આ ઑક્સિજનને ભારતમાં લાવવામાં આવ્યો હતો. રાજ્યના ઉદ્યોગપ્રધાને ટ્વીટ કરીને કહ્યું હતું કે ઍમ્સ્ટરડૅમમાંથી ૨૦ ટનના એક એવા ચાર ઑક્સિજન કન્ટેઇનર્સ ભારતમાં લાવવામાં આવ્યાં હતાં. રાજ્યને હાલ ૫૦૦ ટન ઑક્સિજનની જરૂર છે, પરંતુ માત્ર ૪૪૦થી ૪૭૦ ટન ઑક્સિજન જ મળે છે. મુખ્ય પ્રધાને વડા પ્રધાનને રાજ્યની જરૂરિયાત મુજબનો ઑ​ક્સિજન સપ્લાય કરવાની વિનંતી કરી હતી.

chennai national news netherlands amsterdam