તામિલનાડુમાં આજે નિવાર વાવાઝોડું ત્રાટકશે

25 November, 2020 02:38 PM IST  |  Chennai | Agency

તામિલનાડુમાં આજે નિવાર વાવાઝોડું ત્રાટકશે

વાવાઝોડું નિવાર ત્રાટકે એ પહેલાં ગઈ કાલે ભારે વરસાદ વચ્ચે પોતાની હોડીઓને મરીના બીચના કિનારે લાંગરતા માછીમારો. તસવીર : પી.ટી.આઇ.

બંગાળની ખાડીના નૈર્ઋત્ય ભાગમાંથી પસાર થતું વાવાઝોડું નિવાર આજે દક્ષિણ ભારતમાંથી પસાર થવાની આગાહીને ધ્યાનમાં રાખતાં આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડુચેરીમાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૩૦ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકિનારાનાં ક્ષેત્રોમાં નાગરિકોની સલામતીની વિશેષ તકેદારી રાખવામાં આવી છે. એનડીઆરએફના ડિરેક્ટર જનરલ એસ. એન. પ્રધાને જણાવ્યું હતું કે ‘આંધ્રપ્રદેશમાં વિશેષ રૂપે વિશાખાપટ્ટનમમાં અને તામિલનાડુ-પુડુચેરીમાં અરાક્કોનમાં બટૅલ્યન્સના રૂપમાં વહેંચીને એનડીઆરએફની ટુકડીઓ ગોઠવવામાં આવી છે. એ ક્ષેત્રમાં ગઈ કાલે જ વરસાદ પડવાની શરૂઆત થઈ હોવાથી આજે સવારે જ વાવાઝોડું ત્રાટકે એવી શક્યતા છે. હવામાન ખાતાની વાવાઝોડા સંબંધી આગાહીને ધ્યાનમાં રાખતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તામિલનાડુના મુખ્ય પ્રધાન ઇ.પલનીસ્વામી અને પુડુચેરીના મુખ્ય પ્રધાન નારાયણસામી સાથે ફોન પર વાત કરીને બન્ને રાજ્યોને બચાવ અને રાહત કાર્યમાં કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની સહાય આપવાની બાંયધરી આપી હતી.

હવાની ઝડપ પ્રતિ કલાક આટલા કિલોમીટરની રહેશે. જે વધીને ૧૪૫ કિલોમીટર પ્રતિકલાક થાય એવી પણ શક્યતા છે.

chennai tamil nadu national news