જોઈ લો કોરોનાની સૌપ્રથમ ઈમેજને

29 March, 2020 06:26 PM IST  |  Mumbai Desk

જોઈ લો કોરોનાની સૌપ્રથમ ઈમેજને

આ તસવીર એ સમયે લેવામાં આવી છે.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીના શોધકર્તાઓએ ભારતમાં કોરોના વાઇરસની પહેલી તસવીર જાહેર કરી છે. વૈજ્ઞાનિકોએ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇમેજિંગ દ્વારા નવા કોરોના વાઇરસની તસવીર લીધી છે. દેશમાં કોરોના વાઇરસનો પહેલો મામલો ૩૦ જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આ તસવીર એ સમયે લેવામાં આવી છે. જોકે મહિલાને વુહાનથી ભારત આવ્યાં પછી જ કોરોનાની જાણ થઈ હતી. ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચ પ્રમાણે, ચાઇનીઝ મહિલાના ગળાના સૅમ્પલને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોયા બાદ તસવીર સામે આવી છે. નવા કોરોના વાઇરસની તસવીર મેર્સ અને સાર્સથી મળતી આવે છે. કોરોના વાઇરસની ચારેય બાજુ એક ક્રાઉનની રચના છે જેના કારણે એને કોરોના નામ આપવામાં આવ્યું છે. લેટિનમાં ક્રાઉનનો અર્થ કોરોના થાય છે.

covid19 coronavirus national news