Chandrayaan 2 28 ઓગસ્ટે ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રવેશ કરશે

26 August, 2019 07:35 PM IST  |  Mumbai

Chandrayaan 2 28 ઓગસ્ટે ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રવેશ કરશે

Mumbai : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)21 ઓગષ્ટે Chandrayaan-2ને ચંદ્રની બીજી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવી દીધો હતો. આજથી બે દિવસ એટલે કે 28 ઓગષ્ટે ચંદ્રયાન-2ને ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રવેશ કરાવવામાં આવશે. ચંદ્રયાન-2ને ચંદ્રની ત્રીજી કક્ષામાં સવારે 5.30થી 6.30 વાગ્યાની વચ્ચે પ્રવેશ કરાવવામાં આવશે. ત્યારબાદ ચંદ્રયાન-2 ચંદ્રની ચારેય બાજુ 178 કિમીની એપોજી અને 1411 કિમીની પેરીજીમાં ચક્કર લગાવશે. પરંતુ, શું તમને ખબર છે કે ચંદ્રની ચારેય બાજુ ચક્કર લગાવી રહેલા ચંદ્રયાન-2 પર ઈસરો વૈજ્ઞાનિક નજર કેવી રીતે રાખે છે.


ઈસરોની મળતી માહિતી મુજબ ચંદ્રયાન-2 પર નજર રાખવા માટે ઈસરો મદદ લે છે પોતાના ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) સેન્ટરથી. આ સેન્ટરની દુનિયાભરમાં લગભગ 19 શાખાઓ છે. તેને ટેલીમેટ્રી એન્ડ ટ્રેકિંગ (TTC) સેન્ટર કહે છે. તેમાંથી 5 શાખાઓ દેશમાં છે. આ બેંગલુરૂ, શ્રીહરિકોટા, પોર્ટ બ્લેયર, તિરૂવનંતપુરમ અને લખનઉમાં સ્થિત છે. તેની સિવાય બ્રુનેઈ, બિયાક અને મોરિશસ સહિત 14 સેન્ટર્સ દુનિયાના અલગ-અલગ દેશોમાં લાગેલા છે. આ સેન્ટર્સ દિવસ-રાત ચંદ્રયાન-2 પર ધ્યાન રાખી રહ્યાં છે.

આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

ચંદ્રયાન 2એ 20 ઓગસ્ટના રોજ ચંદ્રની પહેલી કક્ષામાં પ્રવેશ કર્યો હતો
ઈસરો વૈજ્ઞાનિકોએ 20 ઓગસ્ટ એટલે મંગળવારે ચંદ્રયાન-2 ને ચંદ્રની પ્રથમ કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યું હતુ. ઈસરો વૈજ્ઞાનિકોએ મંગળવારે ચંદ્રયાનની ગતિને 10.98 કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને લગભગ 1.98 કિમી પ્રતિ સેકન્ડ કરી નાંખી હતી. ચંદ્રયાનની ગતિમાં 90% કરવામાં આવ્યો કારણ કે તે ચંદ્રના ગુરૂત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને ચંદ્ર પર ન અથડાય. 20 ઓગષ્ટ એટલે મંગળવારે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરાવવો ઈસરો વૈજ્ઞાનિકો માટે ખુબ મુશ્કેલી ભર્યું હતુ. પરંતુ, આપણા વૈજ્ઞાનિકોએ તેને કુશળતાથી અને સટિકતા સાથે પ્રવેશ કરાવ્યું.

indian space research organisation