Chandrayaan 2એ મોકલી પૃથ્વીની તસ્વીર, અંતરીક્ષમાંથી આવી દેખાય છે પૃથ્વી

04 August, 2019 03:55 PM IST  |  Mumbai

Chandrayaan 2એ મોકલી પૃથ્વીની તસ્વીર, અંતરીક્ષમાંથી આવી દેખાય છે પૃથ્વી

અંતરીક્ષમાંથી આવી દેખાય છે પૃથ્વી (PC : ISRO)

Mumbai : ભારત જેના પર ગર્વ લઇ રહ્યું છે તે ISRO ના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલું ચંદ્ર મિશન ચંદ્રયાન 2 સફળતાપુર્વ પોતાના અભિયાન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હાલમાં જ ISRO એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ચંદ્રયાન 2 એ પહેલીવાર પૃથ્વીની પહેલી અને સુંદર તસ્વીર શેર કરી હતી. આજે ISRO દ્વારા શેર કરવામાં આવ્યા છે.



ચંદ્રયાન 2એ ફોટો
LI4 કેમેરાથી મેકલ્યા હતા
ચંદ્રયાન
2એ આ ફોટો LI4 કેમેરાથી લેવામાં આવ્યા છે. જેમાં પૃથ્વીનો કલર વાદળી રંગનો દેખાય છે. યૂનિવર્સલ ટાઈમિંગ મુજબ, આ ફોટો 17 વાગ્યાને 32 મિનિટનો છે. યૂનિવર્સલ ટાઈમ (UT) પ્રમાણભૂત સમય છે. જે પૃથ્વીના પરિભ્રમણની સરેરાશ ગતિને દર્શાવે છે. આ ઘડિયાળ તરીકે નહિં પરંતુ તારાઓને જોઈને માપવામાં આવે છે. જણાવી દઈએ કે, ભારત સંકલિત યુનિવર્સલ ટાઇમ કરતાં 5 કલાક 30 મિનિટ આગળ છે. 22 જુલાઈના રોજ ચંદ્રયાન 2ને લોન્ચ કર્યા બાદ તેને પેરિજી (પૃથ્વીથી ઓછા અંતર) પર 170 KM અને એપોજી (પૃથ્વીથી વધુ અંતર) પર 45,475 KM પર સ્થાપિત કરવામાં આવ્યું છે.




ચંદ્રયાન 2 એ ચોથી કક્ષા સફળતાપુર્વક પુરી કરી હતી
ચંદ્રયાન 2 એ ઓગસ્ટ 2ના રોજ બપોરના
3 કલાક 27 મિનિટ પર ચંદ્રયાન-2ની કક્ષામાં સફળતાપૂર્વક ચૌથી વખત બદલાવ કર્યો છે. તેની પેરિજી 277 KM અને એપોજી 89,472 KM કરવામાં આવી છે. 6 ઓગસ્ટ સુધી પૃથ્વીની ચારે તરફ ચંદ્રયાન-2ના ઓબર્ટિમાં બદલાઈ જશે. 22 જુલાઈના રોજ ચંદ્રયાન લોન્ચ બાદ ચાંદના દક્ષિણ ધ્રવુ સુધી પહોચવા માટે ચંદ્રયાનની 48 દિવસની યાત્રા શરુ થઈ છે. લોન્ચિંગના 16.23 મિનટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વીની અંદાજીત 170 કિમીની ઉંચાઈ પર GSLV-MK-3 રોકેટથી અલગ થઈ પૃથ્વીની કક્ષાએ ચક્કર લગાવ્યુ હતુ. ઈસરોના વૈજ્ઞાનિકને ચંદ્રયાન-2ના લોન્ચને લઈ ખુબ ફેરફાર કર્યા હતા.

આ પણ જુઓ : Mumbai Rain:મૂશળધાર વરસાદથી ઠેકઠેકાણે ભરાયા ઘૂંટણસમા પાણી, જુઓ ફોટોઝ

29 જુલાઈના 2.30 થી 3.30 વચ્ચે ચંદ્રયાન-2ની પેરિજી 276 કિમી અને એપોજી 71.792 કિમી કરવામાં આવી હતી. 25-26 જુલાઈ દરમિયાન રાત્રે 1.08 વાગ્યે ચંદ્રયાન-2ની પેરિજી 251 KM અને એપોજી 54.829 KM કરવામાં આવી હતી. 24 જુલાઈના 2.52 કલાકે ચંદ્રયાન-2ની પેરિજી 230 KM અને એપોજી 45,163 KM કરવામાં આવી હતી.

isro national news