chandrayaan 2 landing:વિક્રમ સાથે તૂટ્યો સંપર્ક, PM મોદીએ કર્યું સંબોધન

07 September, 2019 10:01 AM IST  |  શ્રીહરિકોટા

chandrayaan 2 landing:વિક્રમ સાથે તૂટ્યો સંપર્ક, PM મોદીએ કર્યું સંબોધન

પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યા.

ભારત બસ ચંદ્ર પર પહોંચવાનું જ હતું કે કેટલાક સમય પહેલા ભારતના આ મિશનને ઝટકો લાગ્યો. લેન્ડર વિક્રમ ચંદ્રથી માત્ર 2 કિમી દૂર હતા ત્યારે જ તેનો સંપર્ક તૂટી ગયો. હવે તે સિગ્નલ નથી મોકલી રહ્યો. જો કે હજુ પણ વૈજ્ઞાનિકોએ હાર નથી માની. નિરાશાની આ ઘડીમાં આખો દેશ તેમની સાથે છે. તમામ નેતાઓની સાથે આખો દેશ કહી રહ્યો છે કે અમને દેશ પર ગર્વ છે.

પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન મોદીએ ઈસરો સેન્ટર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ મિશનની નિરાશા વચ્ચે વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોનું મનોબળ વધારવા માટે ઈસરોથી રાષ્ટ્રને સંબોધિત કર્યું. અને ઉત્સાહભર્યો સંદેશ આપ્યો.

ઉત્સાહ વધુ મજબૂત થયો
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા કહ્યું કે આપણી સફળતામાં કેટલી બાધાઓ આવી પરંતુ તેનાથી અમારો ઉત્સાહ ઓછો નથી થયો. પરંતુ વધુ મજબૂત થયો છે. વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે અમારી સફળતાના રસ્તામાં ભલે રૂકાવટ આવી પરંતુ અમે અમારી મંઝિલથી ડગ્યા નથી.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ, દરેક કઠણાઈ આપણને કાંઈક નવું શિખવીને જાય છે. નવી શોધ માટે પ્રેરણા આપે છે. અને તેનાથી જ આપણી સફળતા નક્કી થાય છે. હું તમામ વૈજ્ઞાનિકોના પરિવારને સલામ કરું છું. તેમનું મૌન પણ મહત્વપૂર્ણ સમર્થન આપણી સાથે રહ્યું. અમારા જોશ કે ઊર્જામાં કમી નથી આવી. અમે ફરી આગળ વધશું.

દેશવાસીઓએ કરી ઈસરોને સલામ
આજે ઈસરો સાથે આખો દેશ ઉભો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરતા કહ્યું કે ચંદ્રયાન-2 પર કામ કરતી આખી ટીમે જબરદસ્ત ઉત્સાહ અને સાહસ બતાવ્યું છે. આખા દેશને તેના પર ગર્વ છે.

આ પણ જુઓઃ આવા છે મલ્હાર ઠાકર, જુઓ તેમના અલગ અલગ મૂડ્સ અને યુનિક સ્ટાઈલ્સ તસવીરોમાં....

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ચંદ્રયાન-2 સાથે ઈસરોએ અત્યાર સુધી દેશને ગૌરવાન્વિત કર્યો છે. આખો દેશ મહેનતુ વૈજ્ઞાનિકોની સાથે છે.

તો દેશવાસીઓએ પણ ઈસરોને સલામ કર્યા અને તેના વૈજ્ઞાનિકોની મહેનત પણ બિરદાવી.

isro national news