Chandrayaan 2: ISROએ શૅર કરી ચંદ્રની પહેલી આવી તસવીર, ડેટાની આપી માહિતી

18 October, 2019 03:40 PM IST  |  મુંબઈ ડેસ્ક

Chandrayaan 2: ISROએ શૅર કરી ચંદ્રની પહેલી આવી તસવીર, ડેટાની આપી માહિતી

સ્પેસ એજન્સી ઇસરોએ ચંદ્રમાના સતહની પહેલી જગમગતી તસવીર શૅર કરી છે. તેને ચંદ્રયાન 2ના ઇમેજિંગ ઇન્ફ્રેરેડ સ્પેક્ટ્રોમીટર પેલોડ દ્વારા કેપ્ચર કરવામાં આવી છે. ઇસરોએ કહ્યું કે તેણે ચંદ્રની સપાટી પર સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસ શરૂ કરી દીધો છે. ઇસરોએ ટ્વિટર પર તસવીર શૅર કરી અને કહ્યું કે IIRSને સંકીર્ણ અને સન્નિહિત સ્પેક્ટ્રલ ચેનલમાં ચંદ્રની સતહ પરથી પરાવર્તિત સૂર્યના પ્રકાશને માપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

પેલોડનો ઉદ્દેશ અને આ પ્રયોગનો હેતુ ચંદ્રમાની ઉત્પતિ અને વિકાસને સમજવાનો હતો. આ સ્કેન કરીને પછી ચંદ્રની સતહ ખનિજ સંરચનાની મેપિંગ કરીને આમ કરશે. પરિલક્ષિત સૌર સ્પેક્ટ્રમમાં હસ્તાક્ષરોનો ઉપયોગ કરવાથી ઉપકરણ સામગ્રીઓને નિર્ધારિત કરવામાં સક્ષમ રહેશે.

આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

અપલોડ કરેલી તસવીર ઉત્તર ગોળાર્ધની છે જે સોમરફિલ્ડ, કિર્કવુડ અને સ્ટેબિન્સ સહિત કેટલાય ક્રેટર દર્શાવે છે. ઇસરોએ એ પણ કહ્યું કે પ્રાથમિક વિશ્લેષણ પછી એ સ્થાપિત કરવામાં આવ્યું કે IIRS પ્રતિબિંબિત સૌર વિકરણમાં ભિન્નતાને માપવામાં સક્ષમ હતું જે વિભિન્ન પ્રકારના સતહ પ્રકારોથી ચંદ્રના સતહ પર ઉછાળો આવે છે.

national news isro