કાલે છે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ, જાણો શું છે ઉપછાયા ચંદ્ર ગ્રહણ

04 June, 2020 07:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કાલે છે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ, જાણો શું છે ઉપછાયા ચંદ્ર ગ્રહણ

પ્રતીકાત્મક તસવીર

પાંચ જૂને એટલે કે કાલે આ વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ છે. જોકે, આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે. આ ગ્રહણને આખા ભારતમાં જોઈ શકાશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ચાર ચંદ્ર ગ્રહણ છે. જેમાંથી પ્રથમ 10 જાન્યુઆરીએ હતું. બીજું આવતીકાલે છે. જ્યારે ત્રીજું જુલાઈમાં અને ચોથું નવેમ્બરમાં છે. પાંચમી જૂનનું ચંદ્ર ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે. એનો અર્થ છે ચંદ્ર, પૃથ્વીના છાંયડામાંથી પસાર થશે. એટલું જ નહીં આ મહિને 21 જૂને સૂર્ય ગ્રહણ પણ છે. બન્ને ગ્રહણના પૌરાણિક અને વૈજ્ઞાનિક મહત્વ છે.

જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સમાન હોય ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે. આ સ્થિતરિમાં પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને સૂર્યના કિરણો ચંદ્ર સુધી પહોંચતા નથી. આ ચંદ્ર ગ્રહણ 3.18 કલાકનું હશે. જેની શરૂઆત 5 જૂને રાતે 11.15 વાગે થશે અને 6 જૂને સવારે 2.34 વાગે પુરું થશે. આ ગ્રહણને એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં લોકો જોઈ શકશે.

ઉપછાયા ચંદ્ર ગ્રહણ હોવાથી લોકોને સામાન્ય ચંદ્ર અને ગ્રહણ વાળા ચંદ્ર વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બનશે. આ ગ્રહણ દરમ્યાન ચંદ્રના આકારમાં કોઈ ફરક નહીં પડે. આ સમય દરમ્યાન, ચંદ્રની છબી થોડી અસ્પષ્ટ થઈ જશે અને વાદળછાયું દેખાશે. કારણકે આ વાસ્તવિક ચંદ્ર ગ્રહણ નથી. ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે. આ પહેલાં 10 જાન્યુઆરીએ પણ આવું જ ગ્રહણ હતું.

ગ્રહણ થાય તે પહેલાં, ચંદ્ર પૃથ્વીની છાયામાં પ્રવેશ કરે છે એને ચંદ્ર માલિનીયા કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણ દરમિયાન, ચંદ્ર છાયામાં પ્રવેશ કરે છે અને પડછાયાની છાયામાંથી બહાર આવે છે અને ઉંબ્રામાં પ્રવેશે છે. એટલે ઉપછાયામાં ચંદ્રનું પ્રતિબિંબ ફક્ત આછુ થાય છે, કાળું નથી થતું. એટલે જ તેને ઉપછાયા ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

અન્ય ગ્રહણોની જેમ આ ગ્રહણમાં કોઈ અવરોધ કે મનાઈનથી. આમાં ન તો સૂતક લાગે કે ન તો પૂજા-પાઠ પર પ્રતિબંધ હોય. તેમજ જાગરણ કરવું પણ જરૂરી નથી અને ગ્રહણ ન જોવું તેવો કોઈ નિયમ પણ નથી. એટલું જ નહીં આ ગ્રહણ દરમ્યાન જમી પણ શકાય છે અને સામાન્ય દિનચર્યાનું પાલન કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, ગ્રહણમાં દાન કરવું એ ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. પરંતુ ઉપછાયા ચંદ્ર ગ્રહણ દરમ્યાન દાન આપવું જરૂરી નથી. પણ જો આપીએ તો માનસિક શાંતિ મળે છે અને અન્યોને પણ લાભ થાય છે.

હિન્દુ ધર્મમાં એમ કહેવાય છે કે, ચંદ્ર ગ્રહણ પાછળ રાહુ અને કેતુનો પ્રભાવ હોય છે. સમુદ્ર મંથન દરમ્યાન દેવ અને દાનવ વચ્ચે અમૃત મેળવવા માટે યુધ્ધ ચાલી રહ્યું હતું. દેવતાઓને અમૃતનું સેવન કરાવવા માટે ભગવાન વિષ્ણુએ સુંદર કન્યાનું રૂપ ધારણ કરીને બધામાં અમૃત વહેચવા લાગ્યા હતા. ત્યારે એક અસુર દેવતાઓ વચ્ચે જઈને બેસી ગયો અને એણે જેવું અમૃત પીધું કે ભગવાન સુર્ય અને ચંદ્રને ખબર પડી ગઈ. એટલે તેમણે તરત જ વિષ્ણુ ભગવાનને જાણ કરી. એટલે વિષ્ણુ ભગવાને તેમના સુદર્શન ચક્રથી દાનવની ગર્દન ધડથી અલગ કરી દીધી. પરંતુ તેણે અમૃત પીધુ હોવથી તે મર્યો નહીં અને તેનું ધડને શરીર અલગ થઈ ગયા. જે રાહુ-કેતુ તરીકે ઓળખાયા. આ ઘટનાને લીધે રાહુ અને કેતુ સુર્ય અને ચંદ્ર ગ્રહણની ઘટના પાછળ જવાબદાર છે.

national news india