યુવક-યુવતી બે દિવસ સાથે રહે તો પણ લિવ-ઇન રિલેશનશિપ ગણાય

28 May, 2020 09:31 AM IST  |  Chandigarh | Agencies

યુવક-યુવતી બે દિવસ સાથે રહે તો પણ લિવ-ઇન રિલેશનશિપ ગણાય

પ્રતીકાત્મક તસવીર

લાંબા સમય સુધી સંબંધ રાખતા સાથે રહેવું જ લિવ ઇન રિલેશનશિપ નથી, તમે ફક્ત બે દિવસ પણ આ પ્રકારે સાથે રહો છો તો પણ લિવ ઇન રિલેશનશિપ માનવામાં આવે છે. પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટની ડબલ બેન્ચે આ ટિપ્પણી પ્રેમી દ્વારા પ્રેમિકાની કસ્ટડી તેના માતા-પિતા પાસેથી લઈને તેને સોંપવાની અપીલની અરજી પર કરી છે.

આ પહેલાં સિંગલ બેન્ચ સમક્ષ અરજી દાખલ કરતા અરજીકર્તાએ કહ્યું હતું કે તેની પ્રેમિકા તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ દરમ્યાન તેના પરિવારજનો તેને બળપૂર્વક સાથે લઈ ગયા હતા.

સિંગલ બેન્ચે કહ્યું હતું કે એવી કોઈ સાબિતી નથી કે જેનાથી સાબિત થાય કે યુવતી તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતી. આ બધું યુવતીને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ ટિપ્પણી સાથે સિંગલ બેન્ચે ૧ લાખ દંડ ફટકારતા આ રકમ યુવતીને આપવા કહ્યું હતું. સિંગલ બેન્ચના નિર્ણય સામે ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં સુનાવણી દરમ્યાન કહેવામાં આવ્યું હતું કે યુવતી અને યુવક થોડોક સમય જ સાથે રહ્યાં હતાં.

punjab haryana national news