‘ડિજિટલ મીડિયા ઝેર ફેલાવી રહ્યું છે’

21 September, 2020 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘ડિજિટલ મીડિયા ઝેર ફેલાવી રહ્યું છે’

ફાઈલ તસવીર

સુદર્શન ટીવી કેસમાં કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટ સમક્ષ કર્યું કે ડિજિટલ મીડિયામાં નિયમન કરવુ પડશે. જો કોર્ટે હવે ડિજિટલ મીડિયામાં કડક નિયમો લાવવા પડશે. ડિજિટલ મીડિયાએ ઝેલ ફેલાવવાનું શરૂ કર્યું છે. નફરત ફેલાવવા માટે તેઓ હિંસા સહિત આતંકવાદને પણ પ્રોત્સાહન આપે છે. ડિજિટલ મીડિયા કોઈ પણ વ્યક્તિ કે ઓર્ગેનાઈઝેશનની છાપ ખરાબ કરવા માટે સક્ષમ છે, જે ખતરનાક પાસુ કહેવાય.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના વ્યાપને વધારવાની જરૂર નથી પરંતુ ઈલેક્ટ્રોનિક મીડિયામાં ગાઈડલાઈન્સ બનાવવી જરૂરી છે. પણ જો સુપ્રિમ કોર્ટને આદેશ આપવો હોય તો વેબ આધારિત ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપર્સને સૂચના આપે કારણ કે આ બે ક્ષેત્ર સંપૂર્ણ અનિયંત્રિત છે.

આથી આગામી સમયમાં સુપ્રિમ કોર્ટ ડિજિટલ મીડિયા/ઈલેક્ટ્રોનિક મીડિયા માટે શું નિયમો કે ગાઈડલાઈન્સ જાહેર કરે છે તે જોવાનું રહેશે. 

‘સરકારી સેવાઓમાં મુસ્લિમોને ઘુસાડવાના કાવતરાના પર્દાફાશ’ તરીકેનો દાવો કરતા ‘બેલગામ’ સુદર્શન ટીવીના કાર્યક્રમ સામે સવાલ ઉઠાવતાં સર્વોચ્ચ જણાવ્યું હતું કે માધ્યમોમાં અમુક અંશે આત્મનિયમન હોવું જોઈએ. સુદર્શન ટીવીના શો યુપીએસસી જિહાદના ટેલિકાસ્ટ પર ગઈ કાલે સ્ટે મૂકતાં સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

સુદર્શન ચૅનલના આ કાર્યક્રમ સામે નારાજગી વ્યક્ત કરતી અરજીની સુનાવણી કરવા દરમિયાન સુપ્રીમે કહ્યું હતું કે જે રીતે કેટલાંક મીડિયા હાઉસ ડિબેટ હાથ ધરી રહ્યાં છે એ ચિંતાનો વિષય છે, કારણ કે એમાં તમામ પ્રકારની અપમાનજનક બાબતો કહેવામાં આવે છે.

આ કાર્યક્રમ તરફ નજર કરો, એક સમુદાય સનદી સેવાઓમાં પ્રવેશી રહ્યો છે એવું જણાવતો આ કાર્યક્રમ કેટલો ઝનૂની છે એમ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે નિરીક્ષણ કર્યું હતું.

supreme court national news