આ બૅંકમાં ખાતું હશે તો 25000થી વધુ રકમ નહીં ઉપાડી શકોઃ સરકારનો આદેશ

17 November, 2020 08:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ બૅંકમાં ખાતું હશે તો 25000થી વધુ રકમ નહીં ઉપાડી શકોઃ સરકારનો આદેશ

નાણાં મંત્રાલયે કરેલા હુકમ મુજબ લક્ષ્મીવિલાસ બેંક પર એક મહિનાની મુદત લગાવી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારે તામિલનાડુમાં ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બૅંક (Lakshmi Vials Bank) પર એક મહિના માટે અનેક પ્રતિબંધ મૂક્યા છે.બૅંકના બોર્ડને રદ કરવામાં આવ્યું છે અને પૈસા કાઢવાની લિમિટ પણ નક્કી કરી દેવાઇ છે. ગ્રાહકો હવે 16 ડિસેમ્બર સુધીમાં વધુમાં વધુ 25 હજાર રૂપિયા બેંકમાંથી ઉપાડી શકશે. રિઝર્વ બેંકની (Reserve Bank of India) સલાહને આધારે સરકારે આ પગલું ભર્યું છે. નાણાં મંત્રાલયના એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ અમુક સંજોગમાં જ જેવા કે સારવાર, ઉચ્ચ શિક્ષણ અને લગ્ન વગેરે માટે થાપણદારો રિઝર્વ બેંકની પરવાનગીથી 25,000 રૂપિયાથી વધુ ઉપાડી શકે છે. અગાઉ આરબીઆઈએ યસ બેન્ક અને પીએમસી બેંક માટે પણ આવા જ પગલાં લીધાં હતાં. જેના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નાણાં મંત્રાલયે કરેલા હુકમ મુજબ લક્ષ્મીવિલાસ બેંક પર એક મહિનાનું મોરેટોરિય લાગુ કરાયું છે. તેનો અમલ 17 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી કરાશે. આ આદેશ આરબીઆઈ એક્ટની કલમ 45 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે.


31 માર્ચ, 2019 ના રોજ પીસીએ થ્રેશોલ્ડના ઉલ્લંઘન બાદ, સપ્ટેમ્બર 2019 માં બૅંકને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) ફ્રેમવર્કમાં મૂકવામાં આવી હતી. 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં બેંકને 396.99 કરોડની ચોખ્ખું ખોટ થઇ હતી , જે બિન-પરફોર્મિંગ એસેટ્સમાં 24.45 ટકા હતું. ગયા વર્ષે પણ આ જ ક્વાર્ટરમાં બૅંકને  રૂ .357.17 કરોડનું નુકસાન થયું હતું.


લક્ષ્મી વિલાસ બૅંકની મુશ્કેલીઓ 2019 માં શરૂ થઈ, જ્યારે રિઝર્વ બેંકે ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં મર્જ કરવાની દરખાસ્તને નકારી હતી. સપ્ટેમ્બરમાં શેરહોલ્ડરો વતી સાત ડિરેક્ટરની વિરુદ્ધ મતદાન કર્યા પછી, રિઝર્વ બેંકે રોકડાના સંકટ સામે ઝઝુમી રહેલી આ ખાનગી બેંક ચલાવવા માટે મીતા માખનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી.

reserve bank of india national news