કેન્દ્રએ જાહેર કરી કોરોના અંગે નવી ગાઈડલાઈન, રાજ્યોને કહ્યું આ...

25 November, 2020 05:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રએ જાહેર કરી કોરોના અંગે નવી ગાઈડલાઈન, રાજ્યોને કહ્યું આ...

પ્રતીકાત્મક તસવીર

બુધવારે કેન્દ્રએ કોરોના વાયરસ (COVID-19) અંગે અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રએ કહ્યું છે કે રાજ્યોને સાવચેતી રાખવી જોઈએ. સાવધાનીની દ્રષ્ટિએ કડક વલણ અપનાવવું પડશે. રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે તેઓ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગૂ કરી શકે છે. કેન્દ્રની આ ગાઈડલાઈન પહેલી ડિસેમ્બરથી લાગૂ થશે.

કેન્દ્રએ કહ્યું છે કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસ સામેની લડાઈમાં આપણે સફળ રહ્યા છીએ, તેને આગળ પણ જાળવી રાખવાની છે. દેશમાં એક્ટિવ કેસોની ઘટી રહેલી સંખ્યાને જોતા આ બાબત સ્પષ્ટ થાય છે. અલબત, તહેવારની સિઝન તથા કેટલાક રાજ્યોમાં કેસોની સંખ્યા વધવાની સ્થિતિ જોવા મળી છે. આ રાજ્યોએ સાવચેતી રાખવી પડશે તથા કન્ટેનમેન્ટ, સર્વિલન્સ ઉપાયોને કડક રીતે લાગૂ કરવા પડશે.

સર્વિલન્સ અને કન્ટેનમેન્ટ ઝોન માટેની ગાઈડલાઈન:

રાજ્યોએ કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. સર્વિલન્સ સિસ્ટમને મજબૂત કરવી પડશે

જિલ્લા વહિવટીતંત્રએ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે

રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે તેઓ પોતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગૂ કરી શકે છે.

તમામ જીલ્લામાં બનનારા કન્ટેનમેન્ટ ઝોનની યાદી તેમની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે. તે હેલ્થ મિનિસ્ટ્રી સાથે પણ શેર કરવાની રહેશે.

આ ઝોનમાં કડક અમલીકરણ માટે લોકોની અવર-જવરને અટકાવાની રહેશે. ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ તથા મેડિકલ સામગ્રી માટે જ છૂટ મળશે

સર્વિલન્સ ટીમ ઘરે ઘરે જઈ કોરોનાના લક્ષણ ધરાવતા લોકોની ઓળખ કરશે. પ્રોટોકોલ પ્રમાણે ટેસ્ટિંગ હાથ ધરવાના રહેશે.

સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોની યાદી બનાવવી. તેમની ઓળખ કરી ટ્રેક કરવામાં આવે તથા ક્વોરેન્ટિન કરવામાં આવે.

સંક્રમિત વ્યક્તિની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે. તેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે. જરૂર પડવાના સંજોગોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.

ILI અને SARI કેસને સર્વિલન્સ કરવામાં આવે અને મોબાઈલ યુનિટ તેના સંપર્કમાં રહે

નિયંત્રણો લાગૂ કરવા તથા નિયમોનું પાલન કરાવવા માટે સ્થાનિક પ્રશાસન તથા પોલીસની જવાબદારી રહેશે

રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કાર્યાલયોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. જે શહેરોમાં સાપ્તાહિક 10 ટકા પોઝિટિવિટી રેટ છે, ત્યાં ઓફિસ સમયમાં ફેરફાર કરવામાં આવે અને અન્ય આવશ્યક પગલા ભરવામાં આવે

સોશિયલ ડિસ્ટન્સની દ્રષ્ટિએ કાર્યાલયોમાં એક સાથે વધારે કર્મચારીઓ ન હોવા જોઈએ

તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે આ વખતની ગાઈડલાઈન્સમાં કડક વલણ અપનાવ્યું છે.

coronavirus covid19 national news india