આડકતરી રીતે ગડકરીના પ્રહાર,'સપના એ જ બતાવો, જે પૂરા થાય'

27 January, 2019 08:49 PM IST  |  મહારાષ્ટ્ર

આડકતરી રીતે ગડકરીના પ્રહાર,'સપના એ જ બતાવો, જે પૂરા થાય'

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી

છેલ્લા કેટલાક સમયથી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ફરી એકવાર આડકતરી રીતે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે,'સપના બતાવનાર નેતા લોકોને સારા લાગે છે. પરંતુ જો સપના પૂરા ના થાય તો જનતા તેમની પિટાઈ પણ કરે છે. એટલે સપના એ જ બતાવો જે પૂરા થાય. હું સપના બતાવનાર લોકોમાંથી નથી. જે બોલું છું તે પૂરુ કરીને બતાવું છું'

નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે ગોવામાં માંડવી નદી પર 850 કરોડના ખર્ચે 5.1 કિલોમીટર લાંબા નવનિર્મિત ફોર લેન, કેબલ સ્ટે બ્રિજનું નિર્માણ કરીએ. તેનાથી ઉત્તર અને દક્ષિણ ગોવામાં આવતા જતા ટ્રાફિકમાં સુધારો થશે. તો પણજી અને બેંગલુરુથી પોંડા માર્ગ અને જૂના ગોવા, મુંબઈથી આવતા વાહનવ્યવહારને ઈઝી બનાવશે. મને આનંદ છે કે 27 જુલાઈ 2014ના રોજ આ કામ શરૂ થયું હતું જે ડિસેમ્બર 2018માં પુરુ થયું છે.

આ પણ વાંચોઃવિપક્ષી એકતા ૨૦૧૯ની વાસ્તવિકતા, નીતિન ગડકરી થયા સક્રિય

સારા દિવસો હોતા જ નથી

આ પહેલા પણ નીતિન ગડકરી ભાજપના અચ્છે દિનના સ્લોગન પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. એક ચેનલના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું હતું કે અચ્છે દિન જેવું કંઈ હોતું જ નથી. તે માનનાર લોકો પર નિર્ભર છે. તો શનિવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે 10 લાખ કરોડથી વધુનું કામ મેં કરાવ્યું છે. પરંતુ મારા પર કોઈ એક રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ ન લગાવી શકે.

nitin gadkari