કેન્દ્ર કે રાજ્ય? જાણો કોના ખાતામાં જાય છે ટ્રાફિક ચલણના પૈસા

13 September, 2019 04:16 PM IST  |  મુંબઈ

કેન્દ્ર કે રાજ્ય? જાણો કોના ખાતામાં જાય છે ટ્રાફિક ચલણના પૈસા

પ્રતિકાત્મક તસવીર

પહેલી સપ્ટેમ્બરથી દેશના મોટા ભાગના રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ પડી ગયો છે. જે બાદ ટ્રાફિકના નિયમ તોડવા પર લોકોને ભારે દંડ ભરવો પડી શકે છે. હાલમાં જ દેશની રાજધાની દિલ્હીમાં એક ટ્રકે 2 લાખ રૂપિયાથી વધુની રકમનું ચલણ કપાયું છે. જે અત્યાર સુધીનું સૌથી મોંઘું ચલણ છે. જેને અદાલતમાં જમા પણ કરાવવામાં આવ્યું. પરંતુ સવાલ એ છે કે દેશના અલગ-અલગ રાજ્યોમાં જે ચલણ કાપવામાં આવી રહ્યા છે તેની રકમ આખરે કોના ખાતામાં જાય છે? ચાલો જાણીએ આ સવાલનો જવાબ

કોના ખાતામાં જાય છે ચલણની રાશિ?
કોઈ રાજ્યમાં ટ્રાફિક પોલીસે કાપેલા ચલણથી મળનારી રકમ રાજ્ય સરકારના ખાતામાં જાય છે. ઉદાહરણ માટે જો તમારી કારનું ચલણ પટનામાં કપાયું છે. તો તેનાથી મળનારી રકમ બિહાર સરકારના પરિવહર મંત્રાલયના ખાતામાં જશે. અને જો તમે કેન્દ્ર શાસિત પ્રદેશમાં નિયમોનો ભંગ કરો છો અને ચલણ ભરો છો, તો તેની રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે.

જો કે માત્ર દિલ્હીના મામલામાં ચલણને લઈને નિયમમાં સામાન્ય ફેરફાર છે. દિલ્હીની ટ્રાફિક પોલીસ કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે. જ્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઑથોરિટી દિલ્હી સરકાર માટે જવાબદાર હોય છે. ટ્રાફિક પોલીસ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઑથોરિટી, બંનેને દિલ્હીમાં ચલણ કાપવાનો અધિકાર છે.

જો મામલો કોર્ટમાં પહોંચે તો...
જો મામલો કોર્ટમાં પહોંચે તો ચલણની રાશિ અદાલતમાં જમા થાય છે. આવા મામલામાં પણ રાશિ રાજ્ય સરકારને જ જાય છે. જો કે કેન્દ્ર શાસિત રાજ્યોમાં આ માપદંડ અલગ છે. જો ટ્રાફિક પોલીસ ચલણ કાપે તો આ રાશિ કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે. આવી જ રીતે જો સ્ટેટ ટ્રાંસપોર્ટ ઑથોરિટીએ ચલણ કાપ્યું છે તો આ રાશિ દિલ્હી સરકારના ખાતામાં જશે.

આ પણ જુઓઃ Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

જો નેશનલ હાઈવે પર ચલણ કાપવામાં આવે તો...
જો નેશનલ હાઈવે પર ચલણ કાપવામાં આવે કો આવી સ્થિતિમાં દંડની રાશિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચાઈ જાય છે.  અને જો સ્ટેટ હાઈવે પર ચલણ કાપવામાં આવે તો આ રાશિ રાજ્ય સરકારના ખાતામાં જાય છે.

national news