Exclusive:બદલાશે 1થી 10 રૂપિયાના સિક્કા, 20ના સિક્કાની થશે એન્ટ્રી

16 January, 2019 09:01 AM IST  | 

Exclusive:બદલાશે 1થી 10 રૂપિયાના સિક્કા, 20ના સિક્કાની થશે એન્ટ્રી

ચલણી નોટના કલર અને ડિઝાઈન બદલાયા બાદ હવે સિક્કાના રંગરૂપ પણ બદલાવા જઈ રહ્યા છે. વીસ રૂપિયાના સિક્કા કે નોટ ? શું લાવવું ? તેના પર લાંબા ગાળા સુધી વિચાર કર્યા બાદ હવે 20 રૂપિયાનો સિક્કો લાવવાનું નક્કી કરાયું છે. હવે નોટ 20 રૂપિયાના સિક્કાની એન્ટ્રી થશે. એટલું જ નહીં, સરકાર 1થી 10 રૂપિયાના તમામ સિક્કાની ડિઝાઈન પણ બદલવા જઈ રહી છે.આ સિક્કાની ડિઝાઈન્સ તૈરાય થઈ રહી છે, જેને દિલ્હીની બેઠકમાં ફાઈનલ કરાશે. આ બેઠકમાં નવી ડિઝાઈનના સિક્કાની સાથે 20 રૂપિયાના નવા સિક્કા પણ ભારતીય સિક્કા અધિનિયમ 2011 અંતર્ગત મહત્વના નિર્ણય થશે. 20નો નવો સિક્કો અષ્ટકોણિય આકારનો થઈ શકે ચે.

સહેલાઈથી ઓળખી શક્શે પ્રજ્ઞાચક્ષુ લોકો

મળતી માહતિી મુજબ સિક્કાની ડિઝાઈન એવી હશે, જે આસાનીથી ઓળખી શકાય. ભારત સરકારના આર્થિક કાર્ય વિભાગના અનુસચિવે આ સંબંધે પત્ર જાહેર કરીને સિક્કાની ડિઝાઈન ફાઈનલ કરવા માટે બેઠક બોલાવી છે. આ પહેલા રિઝર્વ બેન્ક 20 રૂપિયાની નોટ જાહેર કરવા તૈયારી કરી રહી હતી, જેની ડિઝાઈન પણ અંતિમ તબક્કામાં છે. મનાઈ રહ્યું છે કે કાગળના વપરાશને કારણે હાલ ફક્ત સિક્કા જ જાહેર થશે. ત્યારે રિઝર્વ બેન્ક 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાનો પ્રોજેક્ટ અટકાવી શકે છે.

માર્ચ 2019 સુધીમાં 26 હજાર કરોડ રૂપિયાના સિક્કાનું અનુમાન

ભારતીય પ્રતિભૂતિ મુદ્રણ અને મુદ્રા નિર્માણ નિગમ લિમિટેડએ આ પહેલા 2011માં પણ સિક્કાની ડિઝાઈન બદલી હતી. તે સમયે તેને 'ભારતીય સિક્કાની નવી સિરીઝ 2011' નામ અપાયું હતું. ત્યારે 50 પૈસાથી લઈને 10 રૂપિયા સુધીના તમામ સિક્કામાં રૂપિયાનું ચિહ્ન મૂકાયું હતું. ભારતીય માર્કેટ હાલ સિક્કાના ભાર નીચે દબાયેલું છે. માર્ચ 2018 સુધી ભારતીય માર્કેટમાં કુલ 25,600 કરોડ રૂપિયાના સિક્કા હતા. માર્ચ 2019માં બજારમાં આ આંકડો 26 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ RBI ટુંક સમયમાં બહાર પાડશે 20 રૂપિયાની નવી નોટ

સામાજિક્તાનો સંદેશ પણ આપશે સિક્કા

ભારત સરકારની શેપ એન્ડ સાઈઝ સંસ્થા સિક્કા ડિઝાઈન કરવા માટે નિષ્ણાતોની કમિટીની સલાહ લે છે. બાદમાં ડિઝાઈન ફાઈનલ કરવામાં આવે છે. આ કમિટીમાં નાણા, કલા, વિજ્ઞાન, સંસ્કૃતિ અને સમાજ સાથે જોડાયેલા નિષ્ણાતો સામેલ હોય છે. આ ઉપરાંત NIDની પણ મદદ લેવામાં આવે છે. મનાઈ રહ્યું છે કે નવા ડિઝાઈન થયેલા સિક્કામાં NID અમદાવાદે મહત્વની સલાહ આપી છે. નવા સિક્કા હવે સામાજિક્તાનો સંદેશ પણ આપશે. આ સિક્કામાં ભારત સરકારના સામાજિક અભિયાનને પણ સામેલ કરાયા છે.

reserve bank of india national news