સીબીએસઈ ૧૨માનાં પરિણામમાં યુપીની બે વિદ્યાર્થિનીએ બાજી મારી

03 May, 2019 10:18 AM IST  |  નવી દિલ્હી

સીબીએસઈ ૧૨માનાં પરિણામમાં યુપીની બે વિદ્યાર્થિનીએ બાજી મારી

માત્ર એક માર્ક ઓછો : મુઝફ્ફરનગરની કરિશ્મા અરોરા અને ગાઝિયાબાદની હંસિકા શુક્લા.

૧૨મા ધોરણનું કુલ ૮૩.૪ ટકા પરિણામ, ૮૩.૪ ટકા બાળકોએ બોર્ડની પરીક્ષા પાસ કરી, પહેલી વખત પરીક્ષા પૂર્ણ થયાને ૨૮ દિવસમાં આવ્યાં પરિણામ

૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે સીબીએસઈની પરીક્ષા વહેલી લેવામાં આવી હતી અને ગઈ કાલે સીબીએસઈના ૧૨મા ધોરણનાં પરિણામ જાહેર કરાયાં હતાં. સીબીએસઈએ એકસાથે તમામ ૧૨ ઝોનનાં પરિણામ જાહેર કરી દીધાં છે. ૧૨મા ધોરણમાં ૧૩ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૮૩.૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

સૌથી વધુ પરિણામ કેરળના ત્રિવેન્દ્રમનું છે જ્યાં ૯૮.૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. બીજા સ્થાને ૯૨.૯૩ ટકા સાથે ચેન્નઈ છે. દિલ્હી ૯૧.૭૮ ટકા સાથે ત્રીજા ક્રમે છે. ગાઝિયાબાદની હંસિકા શુક્લા અને મુઝફ્ફરનગરની કરિશ્મા અરોરાએ સંયુક્ત રીતે ટૉપ કર્યું છે. બન્નેએ ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવ્યા છે. બીજા ક્રમે ઋષિકેશની ગૌરાંગી ચાવલા, રાયબરેલીની એશ્વર્યા અને જિંદ (હરિયાણા)ની ભવ્યા છે જેમણે ૪૯૮ માર્ક મેળવ્યા છે. ત્રીજા સ્થાને કુલ ૧૮ વિદ્યાર્થીઓ છે જેમાંથી ૧૧ છોકરી છે.

આ પણ વાંચો : મીરા રોડના માથાફરેલ ગુજરાતીએ બિલાડીના બચ્ચાને આગમાં ફેંક્યું

 

હંસિકાએ પૉલિટિકલ સાયન્સ, સાઇકોલૉજી અને હિન્દુસ્તાની વોકલ્સમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવ્યા છે, જ્યારે અંગ્રેજીમાં ૧૦૦માંથી ૯૯ માર્ક મેળવ્યા છે. હંસિકાએ જણાવ્યું હતું કે તેણે અભ્યાસ માટે કોઈ પણ ટ્યુશન લીધાં નથી. તેણે પરીક્ષાની તૈયારી જાતે જ કરી હતી.

national news