CBSE Board Exam 2021: 12માં ધોરણની પરીક્ષા મુલતવી અને 10માં ધોરણની રદ

14 April, 2021 02:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

CBSE Board Exam 2021: છેવટે વિશ્વભરથી થઈ રહેલી માંગને ધ્યાનમાં રાખીને સીબીએસઈ બૉર્ડની 10માં ધોરણની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને 12માં ધોરણની પરીક્ષાઓને હાલની Covid-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુલતવી રાખવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

CBSE Board Exam 2021: છેવટે વિશ્વભરથી થઈ રહેલી માંગને ધ્યાનમાં રાખીને સીબીએસઈ બૉર્ડની 10માં ધોરણની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને 12માં ધોરણની પરીક્ષાઓને હાલની Covid-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુલતવી રાખવામાં આવી છે.

સરકાર દ્વારા આ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ. રમેશ પોખરીયાલ, શિક્ષણ સચિવ અને સીબીએસઈ બૉર્ડના અધિકારીઆ સાથે આજે 14 એપ્રિલ 2021ના રોજ બોલાવેલ બેઠક દ્વારા લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે Covid-19 રોગચાળાના સતત વધી રહેલા કેસ વચ્ચે દેશભરના વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને ટીચર્સ તેમ જ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેટલાક નેતાઓ અને દેશભરના કેટલાક જન-પ્રતિનિધઓ દ્વારા સીબીએસઈ બૉર્ડની 10માં ધોરણ અને 12માં ધોરણની બૉર્ડની પરીક્ષાઓને સ્થગિત અને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

સીબીએસઈ બૉર્ડ 12માંની પરીક્ષાઓ માટે નવી ડેટ ટૂંક સમયમાં જાહેર

પીએમ મોદી સાથે થયેલી બેઠક વિશે અપડેટ આપતાં શિક્ષણ મંત્રીઓ જાણકારી આપી છે કે સીબીએસઈ બૉર્ડની 12માં ધોરણની પરીક્ષાઓ, જે 4 મે થી 14 જૂન સુધી યોજાવવાની હતી, તે હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ માટે નવી તારીખપત્રક બાદમાં બહાર પાડવામાં આવશે. જોકે આ પરીક્ષાઓના આયોજન માટે સ્થિતિનું મૂલ્યાંકન 1 જૂન 2021ના રોજ કરવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવામાં આવશે.

સીબીએસઈ બૉર્ડ 10માં ધોરણના વિદ્યાર્થીઓને ઈન્ટરનલ અસ્સમેન્ટથી મળશે માર્ક્સ

વડા પ્રધાન સાથે આજે થયેલી બેઠકમાં સીબીએસઈ બૉર્ડની દસમાં ધોરણની પરીક્ષાઓને રદ કરવાના સાથે જ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અસેસમેન્ટના આધાર પર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ વિદ્યાર્થીઓને સરકારે આ સુવિધા આપી છે કે પછી તેમને યોગ્ય સમયે 10માં ધોરણની બૉર્ડની પરીક્ષામાં ભાગ લેવાની તક આપવામાં આવશે. 

12th exam result central board of secondary education national news new delhi