ગેરરીતિના કેસમાં જમ્મુ-કાશ્મીર અને મુંબઈમાં સીબીઆઇનું સર્ચ ઑપરેશન

11 May, 2022 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીબીઆઇએ ગઈ કાલે ગેરરીતિના એક કેસના સંબંધમાં જમ્મુ-કાશ્મીર બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન હસીબ દરબુના પ્રિમાઇસિસ સહિત જમ્મુ, શ્રીનગર અને મુંબઈમાં આઠ સ્થળોએ સર્ચ ઑપરેશન પાર પાડ્યું હતું.

ફાઈલ ફોટો

નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ સીબીઆઇએ ગઈ કાલે ગેરરીતિના એક કેસના સંબંધમાં જમ્મુ-કાશ્મીર બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન હસીબ દરબુના પ્રિમાઇસિસ સહિત જમ્મુ, શ્રીનગર અને મુંબઈમાં આઠ સ્થળોએ સર્ચ ઑપરેશન પાર પાડ્યું હતું. આ બૅન્ક દ્વારા ૨૦૧૦માં મુંબઈમાં એની ઑફિસ માટે એક બિલ્ડિંગની ખરીદીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે. લગભગ ૧૮૦ કરોડ રૂપિયામાં આકૃતિ ગોલ્ડ બિલ્ડિંગની ખરીદી કરવામાં આવી હતી. 
સીબીઆઇએ જમ્મુ-કાશ્મી સરકારના કહેવાથી ગયા વર્ષે અગિયારમી નવેમ્બરે આ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઇના સ્પોક્સપર્સન આરસી જોશીએ જણાવ્યું હતું કે ‘સીબીઆઇએ ગઈ કાલે જમ્મુ, શ્રીનગર અને મુંબઈમાં જમ્મુ-કાશ્મીર બૅન્કના એ સમયના ચૅરમૅન, ડિરેક્ટર્સ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સહિત બોર્ડ ઑફ ડિરેક્ટર્સની એસ્ટેટ કમિટીના મેમ્બર્સના પ્રિમાઇસિસ પર સર્ચ કર્યું હતું.’ 

national news jammu and kashmir