પ્રિયંકા ગાંધીની દખલ ન આવી કામ,કેપ્ટને સિદ્ધૂનું રાજીનામું કર્યું મંજૂર

20 July, 2019 11:47 AM IST  |  નવી દિલ્હી

પ્રિયંકા ગાંધીની દખલ ન આવી કામ,કેપ્ટને સિદ્ધૂનું રાજીનામું કર્યું મંજૂર

કેપ્ટને સિદ્ધૂનું રાજીનામું કર્યું મંજૂર

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધૂના કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું મંજૂર કર્યું છે. તેમણે તેમનું રાજીનામું રાજ્યપાલ વીપી સિંહ બદનૌને મોકલી દીધું છે. મળતી માહિતી પ્રમાણે કેપ્ટને સિદ્ધૂના વલણને જોતા તેનું રાજીનામું સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.

જણાવી દઈએ કે સિદ્ધૂ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચેના વિવાદમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દખલ આપ્યું. પરંતુ બંને નેતાઓ વચ્ચે થયેલી અહમની લડાઈ સમાપ્ત નથી થઈ. સિદ્ધૂએ કેપ્ટન અમરિંદર સિંહે મંત્રી પદથી રાજીનામું આપ્યા બાદ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા વાડ્રા સાથે વાત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાના હસ્તક્ષેપના કારણે કેપ્ટને સિદ્ધૂનું રાજીનામું સ્વીકાર નહોતું કર્યું. કોંગ્રેસ સિદ્ધૂ જેવા ફાયર બ્રાન્ડ નેતાને ગુમાવવા નથી ઈચ્છતી. એટલે જેમને બીજી જવાબદારી સોંપવા માંગે છે.

કેપ્ટન આખા મામલામાં સિદ્ધૂને લઈને નરમ પડવા માટે તૈયાર થઈ ગયા હતા. પરંતુ સિદ્ધૂના વલણના કારણે મામલો હલ ન થયો. નવજોત સિંહ સિદ્ધૂ કેબિનેટમાં ફરીથી સ્થાનિક નિકાય વિભાગની માંગ કરી રહ્યા હતા, પરંતુ કેપ્ટન અમરિંદર સિંહ કોઈ પણ સ્થિતિમાં આ વિભાગ ફરી પાછો આપવા તૈયાર નથી. મહત્વનું છે કે નવજોત સિંહ સિદ્ધૂ પાસેથી કેપ્ટને સ્થાનિક નિકાય વિભાગ પાછો લઈ લીધો હતો અને તેને ઊર્જા વિભાગ સોંપ્યો હતો.

આ પણ જુઓઃ જુઓ તારક મહેતાના ટીમની રીયલ લાઇફ ફેમિલી

સિદ્ધૂએ 40 દિવસો બાદ ઊર્જા વિભાગનો કાર્યભાર નથી સંભાળ્યો. 14 જુલાઈએ તેમણે ખુલાસો કર્યો કે તેઓ મંત્રીપદથી પોતાનું રાજીનામું 10 જૂને રાહુલ ગાંધીને સોંપી ચુક્યા છે. તેના પર સવાલો ઉઠ્યા બાદ નવજોત સિંહ સિદ્ધૂએ કેપ્ટન અમરિંદર સિંહને પોતાનું રાજીનામું આપ્યું હતું. જે બાદ અમરિંદરે આ નિર્ણય લીધો છે.

navjot singh sidhu priyanka gandhi