28 February, 2026 11:54 AM IST | Canada | Gujarati Mid-day Correspondent
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની ગઈ કાલે ભારત આવ્યા હતા અને મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ થયા હતા. તેમણે મુંબઈ પહોંચ્યાનો વિડિયો શૅર કરીને ભારતને દુનિયાની સૌથી ઝડપી ગતિએ વધતી ઇકૉનૉમી ગણાવી હતી. તેમણે લખ્યું હતું કે ‘ભારત દુનિયાની સૌથી ઝડપી ગતિએ વધતી ઇકૉનૉમી છે. હમણાં જ બિઝનેસ લીડર્સને મળવા અને એવી પાર્ટનરશિપ બનાવવા માટે મુંબઈ પહોંચ્યો છું જેનાથી કૅનેડાના વર્કર્સ અને બિઝનેસ માટે નવી તકો ખૂલે.’
માર્ક કાર્ની બીજી માર્ચ સુધી ભારતમાં છે. આજે ભારત અને કૅનેડાના બિઝનેસ લીડર્સ, ઇન્ડસ્ટ્રી અને ફાઇનૅન્શિયલ એક્સપર્ટ્સ વચ્ચે વાતચીત થશે. રવિવારે સાંજે તેઓ નવી દિલ્હી પહોંચશે અને બીજી માર્ચે હૈદરાબાદ હાઉસમાં નરેન્દ્ર મોદી સાથે ડેલિગેશનલ લેવલની વાતચીત કરશે. તેઓ વેપાર અને રોકાણ, એનર્જી, મિનરલ્સ, ખેતી, એજ્યુકેશન, રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે ભાગીદારીની વાતચીત કરશે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ‘કૅનેડાના વડા પ્રધાનની આ પહેલી ભારતયાત્રા છે. આ મુલાકાત ભારત-કૅનેડાના સંબંધોને નૉર્મલ બનાવવાના એક મહત્ત્વના તબક્કા પર છે.’