વિજય માલ્યાની રાહ નહીં જોઈએ, સજા પર સુનાવણી 18 જાન્યુઆરીએ થશે: સુપ્રીમ કોર્ટ

30 November, 2021 03:54 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાગેડુ વિજય માલ્યાની એક અરજી મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી

વિજય માલ્યા

ભાગેડુ વિજય માલ્યાની એક અરજી મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે ભાગેડુ વિજય માલ્યા સાથે સંબંધિત મામલો યથાવત રહેશે. વિજય માલ્યા પોતાની બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સ સાથે જોડાયેલા 9000 કરોડ રૂપિયાથી અધિકની બેન્ક લોન છેતરપિંડી મામલામાં આરોપી છે.આ બાબતને 18મી જાન્યુઆરી માટે લિસ્ટ કરવામાં આવી છે. હવે 18 જાન્યુઆરીએ વિજય માલ્યા સંબંધિત અવમાનના કેસમાં ચુકાદો સંભળાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે તે વિજય માલ્યાની કાયમ રાહ જોઈ શકે નહીં. આ સાથે અવમાનના કેસમાં સજા પર સુનાવણી 18 જાન્યુઆરીએ સૂચિબદ્ધ કરવામાં આવી છે. બીજી તરફ, સરકારે કોર્ટને જણાવ્યું કે યુકેમાં ગુપ્ત કાર્યવાહી ચાલી રહી છે. સરકારે આ અંગે કોર્ટને જાણ કરી હતી.

સુપ્રીમ કોર્ટે એસજી તુષાર મહેતાને પૂછ્યું કે શું વિજય માલ્યા સામેનો તિરસ્કારનો કેસ અહીં (કોર્ટમાં) છે? આના જવાબમાં એસજીએ કહ્યું કે મને આ સંબંધમાં વિદેશ મંત્રાલય તરફથી હમણાં જ માહિતી મળી છે. એસજીએ બેંચ સાથે વિદેશ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલ એક પત્ર શેર કર્યો. આ પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં અમે આ મામલે સુનાવણી કરીશું. સુપ્રીમ કોર્ટે વિદેશ મંત્રાલયના પત્રમાં નોંધ્યું છે કે પ્રત્યાર્પણની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. આ સાથે આદેશમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે ગોપનીય માહિતી શેર કરી શકાતી નથી. આ સ્થિતિમાં કોર્ટ 18 જાન્યુઆરી, 2022 ના રોજ અવમાનના દોષિત માલ્યાના કેસની સુનાવણી કરશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેઓ હાજર થયા ન હતા, તેથી તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે અગાઉ વિજય માલ્યાની સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે કોર્ટના 2017ના ચુકાદા પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી હતી. આ કેસમાં અદાલતે તેને ન્યાયિક આદેશોનું ઉલ્લંઘન કરીને તેના બાળકોને ચાર કરોડ અમેરિકી ડોલર ટ્રાન્સફર કરવા બદલ તિરસ્કારનો દોષી ઠેરવ્યો હતો.

 

vijay mallya supreme court national news