✕

તૃણમૂલ કૉન્ગ્રેસના બળવાખોર જૂથને ફટકો

28 November, 2026 12:21 PM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

કલકત્તા હાઈ કોર્ટે ઋતબ્રત બૅનરજી અને અખરુઝમાનની નિમણૂક રદ કરી.

અખરુઝમાન અને ઋતબ્રત બૅનરજી

કલકત્તા હાઈ કોર્ટે ગઈ કાલે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે બળવાખોર તૃણમૂલ કૉન્ગ્રેસ જૂથના ઋતબ્રત બૅનરજીની અને ચીફ વ્હિપ તરીકે અખરુઝમાનની નિમણૂકને રદ કરી દીધી હતી અને કહ્યું હતું કે એ કાયદા હેઠળ ટકી શકે તેમ નથી. ન્યાયાધીશ ક્રિષ્ના રાવે સ્પીકર રથેન્દ્ર બોઝને કાયદા અનુસાર ૧૦ દિવસની અંદર વિરોધી પક્ષના નેતા અને મુખ્ય પક્ષના નેતાની નિમણૂક પર નવેસરથી વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો. તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા આ નિમણૂકોને પડકારતી અરજી પર હાઈ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
બળવાખોર જૂથે દાવો કર્યો હતો કે તેમને તૃણમૂલ કૉન્ગ્રેસના કુલ ૮૦ વિધાનસભ્યોમાંથી ૫૮ વિધાનસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે.

bengal west bengal congress calcutta high court political news indian politics news national news