CAGનો અહેવાલઃ UPA કરતા NDAની રાફેલ ડીલ સસ્તી

13 February, 2019 12:09 PM IST  | 

CAGનો અહેવાલઃ UPA કરતા NDAની રાફેલ ડીલ સસ્તી

રાફેલ પર કેગનો અહેવાલ રજૂ

લોકસભા ચૂંટણી પહેલા રાફેલ વિવાદ ચરમસીમા પર છે. આજે સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. અને આજે CAGનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પી. રાધાકૃષ્ણને આ અહેવાલ રજૂ કર્યો.

લોકસભા પહેલા રાજ્યસભામાં CAGનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો જેના પ્રમાણે મોદી સરકારે જે રાફેલ વિમાનનો સોદો કર્યો છે તે સસ્તી છે. અહેવાલ અનુસાર આ ડીલ 2.86 ટકા સસ્તી છે. જો કે, જ્યારે તૈયાર થશે ત્યારે રાફેલની કિંમત UPA સરકાર જેટલી જ છે. જો કે, આ રીપોર્ટમાં રાફેલની કિંમતો પર ખુલાસો નથી કરવામાં આવ્યો.

CAGનો અહેવાલ રજૂ કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાં હંગામો થઈ ગયો. જે બાદ 12 વાગ્યા સુધી રાજ્યસભા સ્થગિત પણ કરવામાં આવી.

આ પણ વાંચોઃ રાફેલ ડીલઃCAGએ તૈયાર કર્યો 12 ચેપ્ટરનો રિપોર્ટ, આજે સંસદમાં થશે રજૂ

જેટલીએ કર્યો પલટવાર
રાફેલ મુદ્દે કેગનો રિપોર્ટ આવતા જ અરુણ જેટલીએ વિપક્ષ પર પલટવાર કર્યો. જેટલીએ કહ્યું કે, એવું ન થઈ શકે કે સુપ્રીમ કોર્ટ પણ ખોટી છે, CAG પણ ખોટું છે અને માત્ર પરિવારવાદ જ સાચો છે. CAGની રિપોર્ટથી 'મહાઝૂઠબંધન'નો ચહેરો બેનકાબ થયો છે.

national news