રેલવેમાં નોકરીની મોટી તક, આ પદ પર માંગવામાં આવ્યા આવેદન

10 October, 2019 01:52 PM IST  |  મુંબઈ

રેલવેમાં નોકરીની મોટી તક, આ પદ પર માંગવામાં આવ્યા આવેદન

રેલવેમાં નોકરીની તક

રેલવેમાં નોકરી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. રેલવેમાં હાલ બમ્પર ભરતી છે. 10મું પાસ થયેલા લોકોથી લઈને ડિગ્રી ધરાવતા લોકો માટે સારો મોકો છે. રેલવે રિક્રૂટમેન્ટ બૉર્ડે લોકો પાયલેટ અને ટેક્નીશિયનના પદ માટે આવેદન માંગ્યું છે. ત્યાં જ, પશ્ચિમ મધ્ય રેલવે અપ્રેન્ટિસના પદ પર ભરતી કરવા જઈ રહ્યું છે. ત્યાં જ, પશ્ચિમ મધ્ય રેલવે અપ્રેન્ટિસના પદ પર ભરતી કરવા જઈ રહ્યું છે. આ ખબરમાં અમે તમને આવી જ નોકરીઓ વિશે તમને જણાવવા જઈ રહ્યા છે.

RRB Recruitment 2019
રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે 306 પદ પર ભરતી માટે આવેદન માંગ્યા છે. આરઆરબીનું રિક્રૂટમેન્ટ સેલ આસિસ્ટન્ટ લોકો પાયલેટ અને ટેક્નીશિયલની ભરતી કરી રહ્યા છે. જેમાં 221
ટેક્નીશિયલ અને 85 લોકો પાયલટ ભરતી કરવામાં આવશે. આ માટે યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો ઑફિશિયલ વેબસાઈટ rrc-wr.com પર જઈને આવેદન કરી શકો છો. આવેદન કરવાની નવી તારીખ 11 નવેમ્બર, 2019 છે.

Railway Job
એક તરફ જ્યાં ટેક્નીશિયનની ભરતી થઈ રહી છે. ત્યાં જ, બીજી તરફ પશ્ચિમ મધ્ય રેલવે અપ્રેન્ટિસના પદ પર ભરતી કરવા જઈ રહ્યું છે. જેના માટે આવેદનની પ્રક્રિયા 4 ઑક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા 5 નવેમ્બર 2019 સુધી ચાલશે. આ પદ પર આવેદન mponline.gov.in પરથી કરી શકાશે. આવેદન કરવા માટે ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ હોવું જરૂરી  છે.

આ પણ જુઓઃ આવા 'ગરબાઘેલા' છે આપણા સેલેબ્સ, નથી ચૂકતા ગરબે રમવાનો એક પણ મોકો

HPPSC Recruitment 2019
હિમાચલ પ્રદેશમાં સરકારી નોકરીનો પણ મોકો છે. જો કે, આ રેલવેમાં નથી. આ હિમાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને સાઈન્ટિફિક ઑફિસરના પદ પર ભરતી માટે આવેદન માંગ્યું છે. આ પદ પર આવેદનની પ્રક્રિયા ઑનલાઈન છે. એવામાં યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર 25 ઑક્ટોબર, 2019થી વધુ ઑફિશિયલ વેબસાઈટ પર જઈને આવેદન કરવાનું છે.