બુલેટ ટ્રેન: સમયસર પૂરી નહીં થાય આ યોજના, મોદી સરકાર આમાં રહી જશે પાછળ

05 September, 2020 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

બુલેટ ટ્રેન: સમયસર પૂરી નહીં થાય આ યોજના, મોદી સરકાર આમાં રહી જશે પાછળ

પ્રતીકાત્મક તસવીર

જાપાની (Japanese company) કંપનીઓની ઓછી ભાગીદારી, હરાજીમાં બોલીના અનુચિત રેટને કારણે કેન્સલ થયેલા ટેન્ડર, જમીનમાં ડિલે, અંડરગ્રાઉન્ડ પ્રૉજેક્ટ જેવા કારણોસર ભારતની પહેલી બુલેટ (Bullet Train) ટ્રેન યોજના ઘણાં મોરચાએ અટકી ગઈ છે. હવે આ યોજનામાં 5 વર્ષ વધારે મોડું થઈ શકે છે. આની સાથે જ બુલેટ ટ્રેન એવી કેટલીક યોજનાઓની લિસ્ટમાં મોખરે છે જે મોદી સરકાર તરફથી નક્કી કરેલા સમયમાં પૂરી નથી થઈ શકે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રેલવે આ યોજના ઑક્ટોબર 2028 સુધીમાં પૂરી થવાનું અનુમાન લગાડી રહી છે. જ્યારે આ પહેલા આની ટાઇમલાઇન ડિસેમ્બર 2023 નક્કી કરવામાં આવી હતી. સૂત્રો પ્રમાણે, પ્રૉજેક્ટ પર કામ કરતી જાપાની ટીમની સાથે વાતચીત પછી સંશોધિત ટાઇમલાઇન અનુમાન લગાડ્યું છે. 508 કિલોમીટરની મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કૉરિડોરનું નિર્માણ જાપાનથી 0.1 ટકાના દરે લેવામાં 80 ટકા લોનની રકમથી થાય છે. જાપાની ટેક્નોલોજીની મદદથી આખી સિસ્ટમ તૈયાર થવાની છે. ભારતનો ઇરાદો, આ પ્રૉજેક્ટના કેટલાક ભાગને આઝાદીની 75મી વર્ષગાંઠ સુધી ઑગસ્ટ 2022 સુધી તૈયાર કરવાનો હતો.

મળતી માહિતી પ્રમાણે આ પ્રૉજેક્ટના સૌથી મહત્વપૂર્ણ સેક્શન માનવામાં આવતાં 21 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ સ્ટ્રેચ માટે જાપાન તરફથી ભાગીદારી મળી નથી. 21 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ સ્ટ્રેચમાંથી 7 કિલોમીટરનું સેક્શન મુંબઇ પાસે સમુદ્રમાંથી થઈને પસાર થશે. અત્યારે આને લઇને કોઇ ડીલ ફાઇનલ થઈ શકી નથી.

21 કિલોમીટરના સ્ટ્રેચના નિર્માણ માટે એડવાન્સ બોરિંગ મશીન અને સ્પેશિયલ ટેક્નિકલ મેથડની જરૂર પડશે, જેથી મહારાષ્ટ્રની નજીક ફ્લેમિંગો સેક્ચ્યુઅરીને જાળવી રાખવાનો પણ હેતુ હશે. આને પૂરું કરવા માટે 60 મહિનાથી વધારે સમયની જરૂર પડશે. જાપાની કંપનીઓ તરફથી 11 ટેન્ડર્સની બોલીના અનુમાનિત ભાવ 90 ટકાથી વધારે લગાડવામાં આવ્યા. સૂત્રો પ્રમાણે ભારતે વધારે ભાવની ના પાડી દીધી છે.

નેશનલ હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ પ્રમાણે પ્રૉજેક્ટ માટે 63 ટકા જમીન મળી ગઈ છે. આગામી મુદ્દો ટ્રેનના સપ્લાયનો પણ છે, માહિતી પ્રમાણે ફક્ત કાવાસાકી અને હિતાચી જ સપ્લાય કરી શકે છે. બન્ને કંપનીઓ જૉઇન્ટ તરીકે ફક્ત એક જ બોલી લગાડી શકે છે. જેને લઈને ભારત તરફથી અસહેમતી દર્શાવવામાં આવી છે. કોરોના સંક્રમણને કારણે બન્ને દેશો વચ્ચે જૉઇંટ કમિટિની બેઠક પણ અટકેલી છે.

national news ahmedabad mumbai