`શાહીન બાગમાં કંઈપણ ગેરકાયદેસર નથી, BJP નેતા કરાવે છે રમખાણ` - પાર્ષદ

09 May, 2022 01:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Shaheen Bagh: શાહીન બાગમાં હાલ માહોલ ગરમાયું છે. અતિક્રમણ ખસેડવા માટે ત્યાં બુલડોઝર પહોંચવાનું છે. શાહીન બાગના મુખ્ય માર્ગ પર હાલ ઘણી ભીડ એકઠી થઈ છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

દિલ્હીના શાહીન બાગમાં અતિક્રમણ ખસેડવા માટે MCDનું બુલડોઝર આજે તૈયાર છે. દિલ્હી પોલીસે અતિરિક્ત પોલીસ દળની ભલામણ માની લીધી છે અને હવે 11 વાગ્યા નજીક ત્યાં ગેરકાયદેસરનું અતિક્રમણ ખસેડવામાં આવી શકે છે. આ વચ્ચે શાહીન બાગમાં માહોલ ગરમાયું છે. શાહીન બાગના મુખ્ય માર્ગ પર ભીડ એકઠી થઈ છે અને લોકો એકબીજા તરફ ડઘાયેલી નજરે જોઈ રહ્યા છે.

હાલ ત્યાં કોઈને નથી સમજાતું કે બુલડોઝરની કાર્યવાહી ક્યાં થવાની છે. આ દરમિયાન શાહીન બાગના નિગમ પાર્ષદ અને સામાન્ય લોકો સાથે વાત કરી. બધાનું કહેવું છે કે શાહીન બાગમાં કંઈ ગેરકાયદેસર નથી અને MCD અને બીજેપીના રાજકારણને ચમકાવવા માટે આમ કરવામાં આવે છે.

શાહીન બાગથી નિગમ પાર્ષદ વાજિદ ખાને એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ત્યાં કોઈ અતિક્રમણ નથી. દુકાનોના આગળ નીકળેલા ભાગ, સીડીઓ સામે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો તો વાજિદ ખાને કહ્યું કે લોકોને પોતાની જ જગ્યાની આગળનો ભાગ છોડીને ત્યાં સેપ્સ આપી છે, જેથી થોડોક સામાન બહાર પણ મૂકી શકાય.

વાજિદ ખાને એ પણ કહ્યું કે, "આ રોડ PWD હેઠળ આવે છે, આને રોડ નંબર 13 એ બોલે છે. ભાજપે પાંચ વર્ષમાં કંઇ નથી કર્યું પણ હવે ચૂંટણી જ્યારે પાછળ ઠેલાઈ છે તો પોતાનું રાજકારણ ચમકાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે." વાજિદ ખાને એ પણ કહ્યું કે બીજેપી નેતા ઇચ્છે છે કે અહીં (શાહીન બાગમાં) હિંસા થાય.

જમા ભીડમાંથી કેટલાક લોકોને પોતાને ભીમ આર્મી સાથે જોડાયેલા પણ જણાવ્યા. તેમણે કહ્યું કે અતિક્રમણ ખસેડવાની યોગ્ય કાર્યવાહીને શાંતિપૂર્વક રીતે થવા દેશે.

national news new delhi shaheen bagh