માયાવતીનો હુંકાર : નવ વર્ષ બાદ BSP એકલા હાથે વિધાનસભાની પેટાચૂંટણી લડશે

04 June, 2019 10:51 AM IST  |  લખનઉ

માયાવતીનો હુંકાર : નવ વર્ષ બાદ BSP એકલા હાથે વિધાનસભાની પેટાચૂંટણી લડશે

બસપા સુપ્રીમો માયાવતી

ઉત્તર પ્રદેશના નેતાઓ સાથે લોકસભાનાં ચૂંટણી-પરિણામોની સમીક્ષા કરતાં બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતીએ મહત્વનું નિવેદન આપતાં કહ્યું છે કે ગઠબંધનથી ચૂંટણીમાં ધાયાર઼્ પરિણામો નથી મળ્યાં, માટે હવે ગઠબંધનની સમીક્ષા કરવામાં આવશે.

માયાવતીએ લોકસભાની ચૂંટણીમાં મળેલા પરાજયની આજે દિલ્હીમાં એક બેઠક યોજીને સમીક્ષા કરી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સંતોષકારક બેઠકો ન મળવા અને કેટલાક પ્રદેશોમાં કારમી હારને લઈને માયાવતીએ પાર્ટી કાર્યકરોની અખિલ ભારતીય સ્તરની બેઠક બોલાવી હતી. યુપીમાં તમામ સંસદસભ્યો અને જિલ્લાધ્યક્ષો સાથે બેઠકમાં માયાવતીએ કહ્યું હતું કે પાર્ટી તમામ વિધાનસભા પેટાચૂંટણીમાં લડશે અને ૫૦ ટકા વોટના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધશે. માયાવતીએ ઈવીએમમાં ગેરરીતિનો પણ આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ મોદી જન્મથી OBC હોત તો RSS ક્યારેય તેમને પીએમ ન બનવા દેત : માયાવતી

તેમણે એમ પણ કહ્યું છે કે યાદવોના મતો બસપામાં ટ્રાન્સફર ન થઈ શક્યા જેથી હવે ગઠબંધનની સમીક્ષા કરવામાં આવશે. માયાવતીએ તો એમ પણ કહી દીધું છે કે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાનાં પત્ની અને ભાઈને પણ ચૂંટણી નથી જિતાડી શક્યા.

mayawati bahujan samaj party national news Election 2019