BSFનો અનોખો પ્લાન : બંગલાદેશ બૉર્ડર પર હવે પહેરો આપશે સાપ અને મગર

07 April, 2026 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આથી આવા વિસ્તારોમાં સાપ અને મગર છોડવામાં આવશે. આ સિવાય ડ્રોન, સેન્સર અને આધુનિક કૅમેરાનું નેટવર્ક પણ ગોઠવવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

ભારત અને બંગલાદેશ વચ્ચે આવેલી સરહદ ઘણી ખુલ્લી હોવાથી ઘૂસણખોરીનો ખતરો રહે છે, પણ હવે નદી દ્વારા ઘૂસણખોરી કરનારાઓને રોકવા માટે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)એ  અનોખો પ્લાન બનાવ્યો છે અને એમાં પ્રાકૃતિક અવરોધ ઊભા કરવા માટે સાપ અને મગરનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ સંદર્ભમાં કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.
બંગલાદેશ સાથેના સંવેદનશીલ સીમા વિસ્તારમાં સામાન્ય વાડ લગાવવાનું સંભવ નથી. અહીં લગભગ ૪૦૯૬ કિલોમીટરની સરહદમાં ૧૭૫ કિલોમીટર સરહદમાં નદી અને કાદવકીચડવાળી જમીન છે. એમાં ઘૂસણખોરી, દાણચોરી અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવી અશક્ય બને છે. આથી આવા વિસ્તારોમાં સાપ અને મગર છોડવામાં આવશે. આ સિવાય ડ્રોન, સેન્સર અને આધુનિક કૅમેરાનું નેટવર્ક પણ ગોઠવવામાં આવશે.

national news india bangladesh Border Security Force wildlife